શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કેટરીના કેફ મધુબાલાનુ પાત્ર ભજવશે

IFM

કેટરીના કેફ વર્તમાન સમયમાં ફિલ્મકારોની પ્રથમ પસંદ બની ગઈ છે, ત્યાર્રે જ તો બોલીવુડના દિગ્ગજ કલાકારો પર બનનારી ફિલ્મો માટે પણ તેને પસંદ કરવામાં આવી રહી છે.

કેટરીના કેફ હવે બોલીવુડની મોહિની અને સુંદર અભિનેત્રી મધુબાલાનુ પાત્ર ભજવશે અને તેથી તે મધુબાલાની ફિલ્મો જોઈને તેના જેવા અંદાજ પોતાની અંદર લાવવાની પ્રેકટીસમાં લાગી ગઈ છે.

વાત એમ છે કે અભિનેતા અને ગાયક કિશોર કુમાર પર એક ફિલ્મ બની રહી છે, જેમા મઘુબાલાના પાત્ર માટે કેટરીનાને પસંદ કરવામાં આવી છે.

એટલુ જ નહી, સમાચાર એ પણ મળ્યા છે કે કેટના સહાયક અભિનેતા એટલે કે કિશોર કુમારના પાત્ર માટે જે અભિનેતાને પસંદ કરવામાં આવ્યો છે એ બીજુ કોઈ નહી પણ રણબીર કપૂર જ છે.