શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કેટરીના કેફનુ સમર્પણ

IFM
બોલીવુડની નંબર વન અભિનેત્રી તરીકે ઓળખાતી કેટરીના કેફ પોતાના કામ પ્રત્યે કેટલી ગંભીર છે, તેનુ ઉદાહરણ થોડા દિવસો પહેલા જ સુભાષ ઘાઈની ફિલ્મ 'યુવરાજ'ના શૂટિંગ દરમિયાન જોવા મળ્યુ .

લોકેશન હતુ ઓસ્ટ્રેલિયાનુ શો-પીસ અને જ્વેલરીનુ શોરૂમ. આ શો રૂમમાં મૂકેલી વસ્તુઓ બધાનુ ધ્યાન આકર્ષિત કરી રહી હતી. યૂનિટના સભ્યોનુ ધ્યાન શૂટિંગમાં ઓછુ હતુ. જ્યારે તેમણે જોયુ કે કેટરીનાનુ ધ્યાન કામ પર જ છે તેઓ તેમણે કેટરીનાને છંછેડવાનુ શરૂ કરી દીધુ.

યુનિટના એક સભ્યએ પૂછ્યુ એક તમે અહીંથી કંઈ જ્વેલરી ખરીદશો ? તેમને કયુ શો-પીસ આકર્ષિત લાગી રહ્યુ છે. ત્યારે કેટરીનાનું બધુ ધ્યાન કામ પર જ હતુ, તેને એ વાતથી કોઈ ફરક નહોતો પડી રહ્યો કે કોણ શુ પૂછી રહ્યુ છે.

યૂનિટના એક સભ્યએ કહ્યુ કે 'એવી એક ક્ષણ ન આવી કે જ્યારે કેટરીનાનું ધ્યાન શોરૂમની વસ્તુઓ તરફ ગયુ હોય. તે આખો દિવસ કામમાં જ ડૂબી રહી. તે પોતાના કેરિયરને ગંભીરતાથી લે છે અને બધી રીતે સમર્પિત થઈને કામ કરે છે. તેમની જગ્યાએ બીજુ કોઈ હોત તો શૂટિંગને બદલે આખા સ્ટોરમાં ફરતુ અને શોપિંગ કરતુ.

કેટરીનાનું આ સમર્પણ જઈને યૂનિટના સભ્યોએ એ જ શોરૂમમાંથી એક ભેટ ખરીદીને શૂટિંગ પૂરૂ થયા પછી કેટરીના કેફને આપી. યૂનિટના સભ્યોનો પ્રેમ જોઈને કેટરીના ખૂબ જ ખુશ થઈ.

કેટરીના નંબર વન કેમ છે એ બધાને સમજાઈ ગયુ હશે.