બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કેટરીનાને લઈને ફિલ્મ બનાવશે રણબીર

IFM
સૂત્રોનુ કહેવુ છે કે આર કે બેનર હેઠળ રણબીરના નિર્દેશનમાં બનનારી ફિલ્મની તૈયારીઓ થઈ રહી છે. કદાચ રણબીર આ ફિલ્મમાં કામ નહી કરે અને બોલીવુડના અન્ય હીરોને લેશે. ચર્ચામાં અભિષેક બચ્ચનનુ નામ છે. જ્યાં સુધી નાયિકાઓનો પ્રશ્ન છે તે તેમા કેટરીના કેફ ઉપરાંત સિવાય કોણ હોઈ શકે છે. કેટરીના અને રણબીર વચ્ચે ટ્યુનિંગ સારી છે અને કેટ કામ કરવા માટે માની જશે.

રણબીર ઘણીવાર કહી ચૂક્યા છે કે તેઓ ફિલ્મ ડાયરેક્ટ કરવા માંગે છે. તેઓ પોતાના દાદા રાજ કપૂરના પગલે ચાલવા માંગે છે, જેમણે ખૂબ જ ઓછી વયે નિર્દેશનનુ કામ સાચવ્યુ હતુ.

તાજેતરમાં રણબીર અન્ય નિર્માતાઓની ફિલ્મોનુ શૂટીગ પુરૂ કરવાની ઉતાવળમાં છે. ત્યારબાદ તેઓ પોતાની ફિલ્મ શરૂ કરશે.