શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

ચંદ્ર પર ચમકશે શાહરૂખ

W.D
W.D
બોલીવુડમાં ભલે જ કોઈ અભિનેતા પોતાનો પગ જમાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હોય પરંતુ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને ચંદ્ર પર પોતાનું ડગલું માડી દીધું છે. ચંદ્ર પર સ્થિત એક ખાડાનું નામ શાહરૂખના નામ પર રાખવામાં આવ્યું છે. આ ખાડાનું નામ એસઆર ખાન રાખવામાં આવ્યું છે.

શાહરૂખને આ ભેટ ન્યૂયોર્ક સ્થિત ઈંટરનેશનલ લૂનર ગિયોગ્રાફિક સોસાયટીએ આપી છે. શાહરૂખને આ ભેટ તેમના 44 માં જન્મદિવસ પ્રસંગે આપવામાં આવી છે. બે નવેમ્બર 2009 ના રોજ તેમનો જન્મદિવસ હતો. શાહરૂખ પહેલા અભિનેતા છે જેને ચંદ્ર પર સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ ખાડો એ સ્થળેથી ઘણો નજીક છે, જ્યાં 1969 માં પ્રથમ વખત નીલ આર્મસ્ટ્રોગે ડગલું માંડીને ચંદ્ર પર મનુષ્યની પહોંચને નોંધાવી હતી. આ દૃષ્ટિએ શાહરૂખ માટે આ ભેટનું મહત્વ ખુબ જ વધી જાય છે.