શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

'ચેન્નઈ એક્સપ્રેસે' 20 વર્ષની ભરપાઈ કરી દીધી - શાહરૂખ

P.R

અભિનેતા શાહરૂખ ખાન તાજેતરમાં રજૂ થયેલ પોતાની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'ની જોરદાર સફળતા અને દર્શકોની પ્રતિક્રિયાથી ખૂબ જ રોમાંચિત છે. તેઓ કહે છે કે આ પ્રકારની ફિલ્મ તેમના અત્યાર સુધીના લગભગ બે દસકાના કેરિયરની ઉપલબ્ધિ છે અને સારા-ખરાબ સમયની ભરપાઈ છે.

'ચેન્નઈ એક્સપ્રેસ' નવ ઓગસ્ટના રોજ રજૂ થઈ અને પહેલા જ અઠવાડિયામાં 100 કરોડની કમાણી કરી લીધે. એક ઈંટરવ્યુમાં 47 વર્ષીય શાહરૂખે કહ્યુ કે ફિલ્મ રજૂ થઈ ત્યારબાદ સોમવાર અને મંગળવારે અમને જ્યારે જાણ થઈ કે ફિલ્મ જોરદાર વ્યવસાય કરી રહી છે, ત્યારે મને લાગ્યુ કે બોલીવુડને આટલા વર્ષો આપવા એ સફળ થયા.

શાહરૂખે કહે છેકે એક અભિનેતાના કેરિયરમાં જોખમ હોય છે. તેણે કહ્યુ, 'તમે જે મહેનત કરો છો, જે સમય આપો છો, સારા-ખરાબ સમયમાંથી પસાર થાવ છો. એ બધાનું ફળ એકસાથે મળે છે. જ્યારે તમારી પાસે આ પ્રકારની એક ફિલ્મ હોય છે.'

જાણવા મળ્યુ છે કે શાહરૂખ-દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ બોલીવુડમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. રોહિત શેટ્ટી નિર્દેશિત આ ફિલ્મએ 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.