ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ડર્ટિ પિક્ચર્સની કલર્સ એવોર્ડસમાં ધૂમ

IFM
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી મિલન લૂથરિયાની ફિલ્મ 'ધ ડર્ટિ પિક્ચર' અને જોયા અખ્તરની 'જીંદગી ના મિલેગી દોબારા'એ આ વર્ષ 18મા કલર્સ સ્ક્રીન એવોર્ડ્સમાં ઘણા પુરસ્કાર પોતાને નામ કરી લીધા. રણવીર કપૂરએ 'રોકસ્ટાર' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા, જ્યારે કે વિદ્યા બાલનને 'ધ ડર્ટિ પિક્ચર'ને માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો.

એકતા કપૂરની ઘરેલુ પ્રોડક્શન હેઠળ બનેલ 'ધ ડર્ટિ પિક્ચર'ને સર્વશ્રેષ્ઠ નિર્દેશક (મિલન લૂથરિયા)ના અને વિદ્યા બાલનને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. સર્વશ્રેષ્ઠ ગાયિકાનો પુરસ્કાર શ્રેયા ઘોષાલને આ ફિલ્મના ગીત 'ઉ લા..લા.'ના માટે મળ્યો. જ્યારે કે સર્વશ્રેષ્ઠ સંવાદ માટે રજત અરોડાને પુરસ્કાર મળ્યો, જેમણે આ ફિલ્મના સંવાદ લખ્યા હતા.

વિદ્યા બાલનના કામુક રૂપમાં રજૂ કરવા માટે નિહારિકા ખાન નએ મોઈનને સર્વશ્રેષ્ઠ પરિધાન સજ્જાનો પુરસ્કાર મળ્યો. બીજી બાજુ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર 'ધ ડર્ટિ પિક્ચર'ની જીંદગી ના મિલેગી દોબારાની સાથે સંયુક્ત રૂપે મળ્યો. સેફ અલી ખાનને 'આરક્ષણ' ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મળ્યો.

પ્રિયંકા ચોપડાને સાત ખૂન માફમાં નકારાત્મક ભૂમિકા માટે સ્રર્વશ્રેષ્ટ્થ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. જ્યારે કે નકારાત્મક ભૂમિકા માટે સર્વશ્રેષ્ઠ કલાકારનો પુરસ્કાર મર્ડર-2 ફિલ્મ માટે પ્રશાંત નારાયણને મળ્યો.