શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

તુમ જિયો હજારો સાલ : હેપી બર્થડે લતાજી

IFM
28 સપ્ટેમ્બર 1929 માં ઇન્દોરમાં જન્મેલ લતાજી આજે 81 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ઇશ્વરના વરદાન રૂપે તેમને જે અવાજ મળ્યો છે તેનો સર્વોત્તમ ઉપયોગ લતાજીએ માનવ કલ્યાણ માટે કર્યો છે.

દુનિયામાં કોઇ પણ સ્ત્રી આજ સુધી એવી નથી થઈ કે જેને પોતાના અવાજ પર આટલુ બધું નામ અને દૌલતની કમાણી કરી હોય. લતાજીએ પોતાના અવાજને હવામાં વિખેરીને બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને સમયાંતરે આનંદ પહોચાડ્યો છે. તેમણે લોરી ગાઈને બાળકોને સુવડાવ્યા છે. યુવા વર્ગને તેમના પ્રેમની અભિવ્યક્તિ આપી છે. ઘરડાઓને તેમના એકલાપણામાં પોતાના અવાજનો સહારો આપ્યો છે.

સમગ્ર મંગેશકર પરિવાર પોતાની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યો છે. જ્યા સુધી ધરતી પર સુરજ, ચાંદ અને તારાઓ રહેશે ત્યાર સુધી લતાજીનો અવાજ આપણી આસપાસ ગુંજતો રહેશે. આવો તો લતાજી વિશે થોડીક દિલચસ્પ વાતો જાણીએ :

- લતા માટે ગાવાનું પૂજા સમાન છે. રેકોર્ડીંગના સમયે હંમેશા તે ઉઘાડા પગે જ જાય છે.

- તેમના પિતાજી દ્વારા અપાયેલ તંબુરો તેમને હજી સુધી સાચવી રાખ્યો છે.

- લતાને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. વિદેશોમાં તેમના દ્વારા ઉતારવામાં આવેલ છાયાચિત્રોનું પ્રદર્શન પણ લાગી ચુક્યું છે.

- રમતમાં તેમને ક્રિકેટ ખુબ જ ગમે છે. ભારતની કોઇ મોટી મેચ હોય તો તે ઘરનું બધું જ કામ છોડીને મેચ જોવાનું પસંદ કરે છે.

-કાગળ પર કંઈ પણ લખતા પહેલા તે શ્રીકૃષ્ણ લખે છે.

- આ વાત થોડીક વિચિત્ર લાગી શકે તેમ છે પરંતુ સાચી છે. હિટ ગીત 'આયેગા આને વાલા' માટે તેમને 22 રીટેક આપવા પડ્યાં હતાં.

- લતાનું પસંદગીનું ખાવાનું કોલ્હાપુરી મટન અને તળેલી માછલી છે.

- ચેખર, ટૉલસ્ટૉચ, ખલીલ અને જીબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તે જ્ઞાનેશ્વરી અને ગીતાને પણ પસંદ કરે છે.

- કુંદનલાલ સહગલ અને નૂરજહા તેમના પસંદગીના ગાયકો છે.

- શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં તેમને પંડિત રવિશંકર, જશરાજ, ભીમસેન, બડે ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે.

- ગુરુદત્ત, સત્યજીત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ છે.

- રોજ સૂતા પહેલા તે ભગવાનને ધન્યવાદ કહેવાનું નથી ભુલતી.

- તહેવારોમાં તેમને દિવાળી ખુબ જ પસંદ છે.

1984 માં લંડન રૉયલ અલબર્ટ હોલ અને વિક્ટોરીયા હોલમાં ગાતા તેમને ખુબ જ ખુશી થઈ હતી. લતાના ગાયા બાદ 10 મિનિટ સુધી લોકો તાળીઓ વગાડતાં રહ્યાં હતાં. આ ક્ષણ તેમની જીંદગીની યાદગાર ક્ષણોમાંની એક છે.

- ભારતીય ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ, મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખુબ જ પસંદ છે.

- પડોસન, ગોન વિથ ધ વિંડ અને ટાઇટેનિક લતાની મનપસંદ ફિલ્મો છે.

-બીજાઓ પર વિશ્વાસ કરી લેવાની પોતાની આદતને તે પોતાની કમજોરી માને છે.

- લતાએ 5 વર્ષની વયે ગીત ગાવાનુ શરૂ કર્યુ હતુ. સ્ટેજ પર ગાતા તેમને પહેલી વખત 25 રૂપિયા મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતાં હતાં. અભિનેત્રીના રૂપમાં તેમને પહેલી વખત 300 રૂપિયા મળ્યાં હતાં.

- ઉસ્તાદ અમાન ખા ભિંડિ બજારવાળા અને પડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરૂ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતાં.

IFM
- મહાશિવરાત્રિ, શ્રાવણના સોમવાર સિવાય તે ગુરૂવારનું વ્રત રાખે છે.

- લતાએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ 'કિતી હંસલી' માં ગાયું હતું પરંતુ કોઇ કારણોસર તે ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

- હિન્દી ફિલ્મ આપકી સેવામે(1947 ) લતાએ પહેલી વખત ગાયું હતું.

- લતાએ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધ, મૈથિલી, મણિપુરી, મલયાલમ, સિંધી, તમિલ, તેલુગૂ, ઉર્દૂ, મરાઠિ, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે.

- તે મરાઠી ભાષી છે, પરંતુ તે હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં પણ બોલે છે.

ગાયિકા, અભિનેત્રી હોવાની સાથે સાથે લતાએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં તેમણે આન્દઘન નામથી સંગીત આપ્યુ છે.

- તેમણે લેકિન, બાદલ અને કાંચનજંગા જેવી ફિલ્મો પણ બનાવી છે.

- વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.

- પુરૂષ ગાયકોમાં મોહમ્મદ રફી સાથે લતાએ સૌથી વધું 400 યુગલ ગીતો ગાયા છે. જ્યારે કે 327 કિશોર સાથે. મહિલા યુગલમાં તેમણે સૌથી વધું આશા ભોસલે સાથે ગાયા છે.

- ગીતકારોમાં આનંદબક્ષી દ્વારા લખાયેલ 700 કરતાં પણ વધારે ગીતો લતાએ ગાયા છે.