ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

નાકામ થઈ તનુશ્રીની ચાલ

IFMIFM
તનુશ્રી દત્તાએ પ્રિયદર્શનની 'ભાગમભાગ'માં નાનો રોલ એટલા માટે કર્યો કે આગળ જતા તેમને પ્રિયદર્શનની ફિલ્મમાં મોટો રોલ મળે. થયુ પણ એ જ પ્રિયદર્શનની ફિલ્મ 'ઢોલ'માં તેમણે હીરોઈનનું પાત્ર ભજવવાની તક મળી.

આ જ રીતે તેમણે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ '36 ચાઈના ટાઉન''માં એક આઈટમ ગીત એ જ આશાએ કર્યુ કે તેમણે આ ભાઈઓની આગામી ફિલ્મમાં દમદાર રોલ મળે. એક વાર ફરી તનુશ્રીની આ ચાલ પણ સફળ થઈ. અબ્બાસ મસ્તાને પોતાની ફિલ્મ 'મિસ્ટર ફ્રોડ' માં તનુશ્રીને પસંદ કરી લીધી.

તનુશ્રીની ખુશી તે સમયે ગાયબ થઈ ગઈ જ્યારે તેમણે ખબર પડી કે આ એક મલ્ટીસ્ટાર ફિલ્મ છે. અને તનુશ્રીની ભૂમિકા મહત્વહીન છે. તેમને ફિલ્મ છોડવી જ યોગ્ય લાગી. પોતાને હોશિયાર સમજવાવાળી તનુશ્રી પર આ ભાઈ ભારે પડ્યા. કદાચ તેમણે અબ્બાસ મસ્તાનની આ ચાલ સમજાઈ ગઈ, જેમણે પોતાનુ કામ ખૂબ જ સાવચેતીથી કરી લીધુ. તનુશ્રીએ એ સમજી લેવુ જોઈએ કે બોલીવુડ હંમેશા ઉગતા સૂરજને નમે છે અને તનુશ્રીએ ફ્લોપ ફિલ્મો આપીને પોતાની ઉપર ફ્લોપ હીરોઈનનો થપ્પો લગાવી લીધો છે. હવે અબ્બાસ-મસ્તાન આ ફ્લોપ નાયિકાને પોતાની ફિલ્મમાં મોટો રોલ કેવી રીતે આપે ?