ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

નાના પડદાં પર ઋત્વિક-સલમાન સામસામે

IFM
મુંબઈ. નાના પડદાં પર બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન વિરુધ્ધ સલમાન યુધ્ધ જોવા મળશે, કારણ કે બંને બે જુદી જુદી ચેનલો પર 6 જૂનથી શરૂ થવા જઈ રહેલા કાર્યક્રમો સાથે જોડાયા છે.

બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન એનડીટીવી ઈમેજીન પર 6 જૂનથી શરૂ થઈ રહેલી 'જૂનૂન કુછ કર દિખાને કા' ના બ્રાંડ એંબેસેડર છે. બીજી બાજુ સલમાન ખાન સોની ટીવી પર શરૂ થઈ રહેલો કાર્યક્રમ 'દસ કા દમ'ના સૂત્રધારના રૂપમાં નાના પડદાં પર પોતાનુ પદાર્પણ કરી રહ્યા છે.

6 જૂનથી જુનૂન...નુ પ્રસારણ દરેક શુક્રવારે અને શનિવારે રાત્રે 10 વાગીને 30 મિનિત પર થશે, જયારેકે દસ કા દમ પણ આ જ બે દિવસે રાત્રે 11 વાગે થશે.

ઋત્વિક સાંસ્કૃતિક અને કલા સંબંધી વિવિધતાને બતાવનારા કાર્યક્રમના સમર્થનમાં જોવા મળશે અને પહેલા દિવસે તેઓ પ્રતિસ્પર્ધકો સાથે પોતાની રજૂઆત પણ આપશે. જો કે તેઓ દર અઠવાડિયે જોવા નહી મળે, પરંતુ વિશેષ દિવસે કાર્યક્રમમાં પોતાની હાજરી આપશે.

ઋત્વિકના આ કાર્યક્રમ સાથે જોડાવવાની જાહેરાત કરતા એનડીટીવી ઈમેજિનની કાર્યકારી ઉપાધ્યક્ષ શૈલજા કેજરીવાલે પોતાના વક્તવ્યમાં કહ્યુ કે ઋત્વિકની ભૂમિકા અનોખી છે. તેઓ સૂત્રધાર, નિર્ણાયક કે અભિનેતા નથી, તેઓ પ્રતિસ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે હાજર રહેશે.

IFM
કેજરીવાલે કહ્યુ કે ઋત્વિકનુ આ કાર્યક્રમ સાથે જોડાવવુ તેથી ખાસ છે, કારણકે અમારુ માનવુ છે કે જુનૂનની ભાવનાઓના તે તાદ્દશ ઉદાહરણ છે અને કાર્યક્રમના બધા પ્રતિભાગીઓમાં રહેલો ઉત્સાહ તેમનામાં પણ જોવા મળે છે. તેઓ કાર્યક્રમના ચરિત્રનુ નિર્માણ સારી રીતે કરે છે.

આ કાર્યક્રમના નિર્માતા ગજેન્દ્રસિંહએ કહ્યુ કે ઋત્વિકની લગન, પ્રતિભા, ભાવના અને પ્રતિબધ્ધતા પ્રરણાદાયી છે. કેજરીવાલે કહ્યુ કે જુનૂન...માં ત્રણ દળ જોવા મળશે અને પ્રત્યેકમાં છ હરીફો હશે.