બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

પાંચવી ફેલ..... શાહરૂખ ખાન

PTI
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાનો ટેલિવિઝન શો 'ક્યા આપ પાઁચવી પાસ સે તેજ હૈ'ની ટીઆરપી ઘટવાની જવાબદારી પોતાના ઉપર લેતા કહ્યુ કે તેઓ આ શો નું મુખ્ય આકર્ષણ હતા અને લોકોને આકર્ષિત કરવામાં સફળ નહી રહ્યા.

ઉપનગર વિસ્તારમાં તેમણે ફિલ્મ સિટીમાં પાઁચવી પાસ... ના સેટ પર કહ્યુ - મારી ફિલ્મોના વિશે તો કહેવાય છે કે મારી હાજરીને કારણે ફિલ્મની ઓપનિંગ સારી રહેશે. જો હુ તે માપદંડ મુજબ ચાલુ તો મારી અંદર ટેલિવિઝન સામે દર્શકોને આકર્ષવાની તાકત પણ હોવી જોઈતી હતી. જો શો ની ઓપનિંગ સારી ન રહી હોય તો તેને માટે હું જવાબદાર છુ, પણ સૃજનાત્કમ રીતે હું જે પણ કાંઈ કરી શકતો હતો તે મેં કર્યુ.

જો કે તેમને ટીવી શો કરવાના પોતાના નિર્ણયને યોગ્ય બતાવતા કહ્યુ કે આ શિક્ષાત્મક કાર્યક્રમ હતો અને બાળકોની સાથે રહેવુ મને પસંદ છે. તેમણે કહ્યુ કે બની શકે કે આ કાર્યક્રમ આકર્ષિત કરનારો ન હોઈ શકે, પણ મૂળ કાર્યક્રમ 'આર યૂ સ્માર્ટર ધેન ધ ફિક્થ ગ્રેડર' ની તર્જ પર જ બન્યો છે.

શાહરૂખ ખાને આ વાતનો સ્વીકાર કર્યો કે ઘણા ટેલિવિઝન કાર્યક્રમોને આઈપીએલની રેટિંગે ધ્વસ્ત કરી દીધા. તેમણે પાઁચવી પાસ.. કાર્યક્રમના વિશે કહ્યુ કે અમને જે પ્રતિક્રિયાઓ મળી તેમાં અમે એ અનુભવ્યુ કે આઠ વાગ્યાનો સમય ખૂબ જ જલ્દીનો સમય હતો. કેટલાક લોકોનુ કહેવુ હતુ કે આ બાળકોનો પોગ્રામ હોવાનો ઠપ્પો લાગી ગયો તેથી મોટા લોકો એ જ ગફલતમાં રહ્યા કે આને જોવો કે નહી જોવો.

તેમણે કહ્યુ કે તેમના શો વિશે કોઈ નકારાત્મક પ્રતિક્રિયા નથી મળી પરંતુ હકીકતમાં કેબીસીની મિશ્રિત પ્રતિક્રિયાઓ મળી હતી. શાહરૂખે કહ્યુ કે ટેલીવિઝન પર રિયલીટી શોની જરૂર કરતા વધુ ભરમાર થઈ ગઈ છે, પરંતુ પાઁચવી પાસ.... તકનીકી રીતે ક્વિઝ શો છે રિયાલિટી શો નથી.

પાઁચવી પાસની ખરાબ રેટિંગ પછી શુ તેઓ કેબીસી-4માં ભાગ લેવુ પસંદ કરશે. આ પૂછવા પર તેમણે જવાબ આપ્યો કે તેઓ કેબીસીના વધુ શો કરવા માટે કરારબધ્ધ છે.

તેમને કહ્યુ કે આ શો નુ પ્રસારણ પૂરૂ થયા પછી અમે વિચાર વિમર્શ કરીશુ અને કેબીસી પર આગળ વધીશુ. દુ:ખની વાત એ છે કે આપણે જ્યારે હારી જઈએ છીએ ત્યારે તરતજ પ્રતિક્રિયા દેવાની શરૂ કરી દઈએ છીએ, પરંતુ વિજેતા વિશ્લેષણ કદી નથી કરતા.