ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પોર્ન સ્ટાર સની લિયોનના ઊંચા તેવર, એક ફિલ્મના 1 કરોડ !!

P.R
ફિલ્મ 'જીસ્મ 2' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રિ કરનારી ઈન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓન એકતા કપૂરની 'રાગિણી એમએમએસ 2' કરવા જઈ રહી છે. બીજી ફિલ્મ શું મળી ગઈ સન્નીના તો જાણે તેવર જ બદલાઈ ગયા છે. જાણવા મળ્યું છે કે સન્ની આ ફિલ્મ માટે 1 કરોડની કિંમત વસૂલ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે સન્નીએ 'જીસ્મ 2'માં પોતાની બોલ્ડ અદાઓ દ્વારા ખાસ્સી ધમાલ મચાવી હતી. આ વખતે પણ તે કંઈક આવું જ કરવાની છે. આ ફિલ્મ 'રાગિણી એમએમએસ'ની સિક્વલ છે જેમાં ઘણા હોટ સીન્સ હતાં.

હાલમાં જ સમાચાર આવ્યા હતાં જે અનુસાર, સન્ની મુંબઈમાં ઘર શોધી રહી છે. તે મુંબઈમાં રહેવા માંદે છે. આમ પણ સન્નીએ મુંબઈને પોતાનું બીજુ ઘર ગણાવ્યુ હતું.