ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પ્રિયંકા શાહિદની નવી રોમેંટિક ફિલ્મ 'તેરી મેરી કહાની'

P.R

કમીને' ફિલ્મ પછી પહેલી વાર પ્રિયંકા અને શાહિદની જોડી ફરીથી એકવાર સ્ક્રિન પર સાથે જોવા મળશે ફિલ્મ 'તેરી મેરી કહાની'માં. કુણાલ કોહલીએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં પ્રિયંકા અને શાહિદ 3 અલગ અલગ સમયકાળની પ્રેમકહાણી છે.

આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં 1910, 1960 અને 2012ના સમયમાં ઘટેલી ત્રણ અલગ અલગ લવસ્ટોરીની વાર્તા છે. ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની છે.

આજે આ ફિલ્મનું થિયેટ્રિકલ ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર જોતા લાગે છે કે શાહિદ કપૂર 'મૌસમ'ની નિષ્ફળતાના ગમમાંથી બહાર આવી ગયો છે. તેના ડાયલોગ્સમાં જબરદસ્ત આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સામેની બાજુ પ્રિયંકા તો હંમેશની જેમ જ દમદાર લાગે છે.