ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2007 (11:59 IST)

પ્રિયંકાને મળી હોલીવુડ ઓફર

બેંગલોર(ભાષા) બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનુ કહેવુ છે કે ભારતીય ફિલ્મોને હવે વૈશ્વિક પ્રોત્સાહન મળી રહ્યુ છે. અહીંના અભિનેતાઓને હવે હોલીવુડથી પ્રસ્તાવ મળી રહ્યો છે.

તેમણે કહ્યુ ભારતીય ફિલ્મ ઉદ્યોગે અડચણોને તોડી છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝંડો ફરકાવ્યો છે. વિદેશોમાં આવક અને દર્શકોની સંખ્યા વધી છે.

પ્રિયંકાએ કહ્યુ કે તેમણે હોલીવુડથી કેટલાંક પ્રસ્તાવ મળ્યા છે, પણ તે એ પ્રસ્તાવોને સ્વીકાર કરશે જે તેને થોડા રોમાંચિત કરશે.

આ બોલીવુડ અભિનેત્રીએ કહ્યુ કે હુ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ભાષામાં કોઈ પણ ફિલ્મમાં અભિનય કરવા તૈયાર છુ.

પ્રિયંકાએ કહ્યુ કે તેમણે તાજેતરમાંજ એક દ્વિભાષી ફિલ્મ છોડી છે, જેની પટકથા ખૂબ જ રસપ્રદ હતી, પણ તેની તારીખો પહેલાં જ હું સાઈન કરેલી ફિલ્મની તારીખો જોડે મળતી હતી.