શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ફોટો લેતા ક્રોધિત સલમાને પ્રશંસકનો ફોન ફેંકી દીધો !!

IFM

બોલીવુડના દબંગ હીરો સલમાન ખાન અને વિવાદોનો જૂનો સંબંધ છે. ફરીથી તેઓ ખોટા કારણોને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે સલમાનના ગુસ્સાનો શિકાર તેમના જ એક પ્રશંસકને થવુ પડ્યુ છે. જે તેમની ફોટો લેવા માંગતા હતા, સલમાન એટલો વધુ ભડકી ગયો કે તેમણે પોતાના ફેનનો મોબાઈલ ઉઠાવીને રસ્તા પર ફેંકી દીધો.

સમાચાર મુજબ આ ઘટના મુંબઈના લીલાવતી હોસ્પિટલની બહારની છે. સલમાન બીમાર દિલીપ કુમારના ખબર અંતર પૂછવા ગયા હતા. હોસ્પિટલની બહાર મીડિયા અને પ્રશંસકોની ભારે ભીડ જમા હતી. સલમાનની કારને જોઈને પ્રશંસકોએ તેમને એ રીતે ઘેરી લીધો કે તેમનુ બહાર જવુ મુશ્કેલ થઈ ગયુ.

ભીડને જોતા સલમાને ગાડીમાંથી ન ઉતરવાનો નિર્ણય કર્યો, પણ જ્યારે સલમાન પોતાની કારમાં જવા લાગ્યા તો તેમણે જોયુ કે એક પ્રશંસક મંજૂરી વગર જ પોતાના મોબાઈલમાં તેમના ફોટા ખેંચી રહ્યો હતો. આ વાત પર સલમાનને ગુસ્સો આવ્યો. તેણે ગાડીનો કાચ ખોલ્યો અને પ્રશંસક પાસે તેનો ફોન માંગ્યો અને ત્યારબાદ ફોન દૂર ફેંકી દીધો. સલમાનના આ વ્યવ્હારથી પ્રશંસક અને બાકીના લોકો અચંબિત થઈ ગયા.

પ્રેસ સાથે પોતાનુ દુ:ખ વ્યક્ત કરતા પ્રશંસકે કહ્યુ કે સલમાને જે કર્યુ તે ઠીક નહોતુ.