બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બદમાશ કંપનીનો પ્રોમો

યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ 'બદમાશ કંપની' 7 મે ના રોજ રજૂ થવા જઈ રહી છે. શાહિદ કપૂર અને અનુષ્કા શર્માની ફ્રેશ જોડી આમા જોવા મળશે.

'રબ ને બના દી જોડી' પછી રજૂ થનારી અનુષ્કાની આ બીજી ફિલ્મ છે. તેના પ્રશંસકોને લાંબા સમય પછી તેના દર્શન થશે. 'રબ ને બના દી જોડી' થી બિલકુલ અલગ પ્રકારનો રોલ આમા અનુષ્કાએ ભજવ્યો છે.

નામ મુજબ આ ચાર મિત્રોની વાર્તા છે જે ક્વિક મની ઈચ્છે છે. પૈસા કમાવવા માટે ખોટો રસ્તો પસંદ કરે છે. ફિલ્મનુ નિર્દેશન પરમીત સેઠીએ કર્યુ છે.