મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2010 (12:59 IST)

બિગ બી એ ચોર્યું શાહરુખનું સલાડ !

PTI
PTI
કોઈ વિચારી પણ ન શકી કે, બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ ક્યારેક એટલા લાચાર બની શકે છે કે, તેમને ભોજનની ચોરી કરવાનો વારો આવે અને ભોજન પણ કિંગ ખાન શાહરૂખનું.

તેનો ખુલાસો ખુદ બિગ બી એ પોતાના બ્લોગમાં કર્યો છે. અભિતાભે લખ્યું છે કે, સ્ટાર સ્ક્રીન એવોર્ડ વખતે તીન પત્તિ ફિલ્મના પ્રચાર વખતે આ ઘટના સર્જાઈ હતી. તે સવારે જલ્દી આવી ગયા અને 'તીન પત્તી' ના પ્રમોશન માટે તૈયાર થવા માટે પોતાની વૈનિટી વેનમાં ચાલ્યાં ગયાં.

બિગ બી એ લખ્યું છે કે, તેમને જોરદાર ભૂખ લાગી હતી, એટલા માટે તે વૈનથી બહાર આવ્યાં અને શાહરૂખની વેનમાં ઘુસી ગયા અને ત્યાં તેમણે શાહરૂખના લંચમાંથી થોડુ સલાડ ચોરીને ખાઈ લીધું.