શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

'બિગ બોસ'ના ફાઈનલમાં અક્ષય કુમાર

'
P.R
બિગ બોસ'ના શોની ફાઈનલ 22 નવેમ્બરના રોજ જોવા મળશે. આ માનવામાં આવી રહ્યુ છે કે આ દિવસે ટીઆરપી રેટિંગ તેના ટોચના સ્તર પર રહેશે.

ફાઈનલમાં ભાગ લેવા માટે ઘણા મોટા કલાકારો સાથે સંપર્ક કરવામાં આવ્યો, જેમા શાહરૂખ અને સલમાન જેવા કલાકારોના નામનો સમાવેશ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘણો વિચાર કર્યા પછી અક્ષય કુમારને ફાઈનલવાળા એપિસોડ માટે પસંદ કરવામાં આવ્યો છે.

મોટાભાગે કાર્યક્રમમાં એવી સેલિબ્રીટિઝને બોલાવવામાં આવે છે, જેમની ફિલ્મો નજીકના ભવિષ્યમાં રજૂ થવાની હોય. અક્ષયની તો હાલ કોઈ પણ ફિલ્મ રજૂ નથી થઈ રહી, કદાચ તેની સ્ટાર વેલ્યૂને કારણે જ તેને પસંદ કરવામાં આવ્યો છે. એનિમેટેંટ ફિલ્મ 'જમ્બો'માં અક્ષયે પોતાનો અવાજ આપ્યો છે, શક્ય છે કે તે પોતાની આ ફિલ્મનો પ્રચાર 'બિગ બોસ'ના ફાઈનલ દરમિયાન કરશે.

આ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે અક્ષય આ કાર્યક્રમમાં કેવી રીતે ભાગ લઈ શકે છે, કારણ કે ફાઈનલ દરમિયાન આ શો ની રજૂઆત શિલ્પા શેટ્ટી કરશે. શિલ્પા અને અક્ષય વચ્ચે શુ સંબંધ રહી ચૂક્યો છે તે બતાવવાની જરૂર નથી. પત્ની ટ્વિકલને દુ:ખી કરવાનું સાહસ અક્ષય કેવી રીતે કરી શકે છે ?