ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

બિગ બોસમાં શિલ્પાની યાદો

N.D
બિગ બોસની વાતો થાય અને શિલ્પાનુ નામ ન આવે એ કેવી રીતે બની શકે. આ વખતે શિલ્પાની બહેન શમિતા બિગ બોસ સીજન થ્રીમાં ભાગ લઈ રહી છે. પરંતુ શિલ્પાની યાદો ભૂંસાતી નથી. બિગ બોસને લઈને શિલ્પાએ પોતાના બ્લોગમાં ઘણી વાતો લખી છે. શિલ્પાએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે બિગ બોસ થ્રીમાં તેની બહેન અભિનેત્રી શમિતા શેટ્ટી ભાગ લઈ રહી છે અને તેમને આશા છે કે બિગ બોસના ઘરમાં એક શેટ્ટીની હાજરી તેમની ઉણપ નહી લાગવા દે. શિલ્પા એ પણ બતાવે છે કે સીજન ટૂ મા તેની મેજબાની દરમિયાન એ કેવી રીતે પંચ લાઈન 'ચક્કર પર ચક્કર, પંગે પર પંગા, દેખતે રહિયે બિગ બોસ ક્યોકિ યહ હૈ સબસે ચંગા'. નો ઉપયોગ કરતી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વખતે બિગ બોસની મેજબાની બિગ બી અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. શિલ્પાને આશા છે કે તેમની અંતર્મુખી નાની બહેન શમિતા તેમની તરહ વિજેતા બનશે પરંતુ આ વાતને એ ભગવાન પર છોડતા કહે છે કે તેમને બધુ ખબર છે અને આપણે તો બસ તેમના બતાવેલા રસ્તે જ ચાલવાનુ છે. જે શ્રેષ્ઠ રહેશે એ જ જીત મેળવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બ્રિટનનો ચર્ચિત ટેલિવિઝન શો બિગ બ્રધરના બેઝ પર બિગ બોસ શરૂ થયુ છે. શિલ્પાએ બિગ બ્રધારમાં ભાગ લીધો હતો અને શો જીતીને ખૂબ પ્રસિધ્ધિ મેળવી હતી.