ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

બિપાશા બની સાધારણ છોકરી

N.D
બોલીવુડની સફળ અભિનેત્રીઓમાંની એક બિપાશા બાસુ પોતાની આગામી ફિલ્મમાં એકદમ સામાન્ય છોકરીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ પ્રખ્યાત અને જાણીતા નિર્દેશક પ્રિયદર્શન બનવી રહ્યા છે જે સન્માનના નામ પર કરવામાં આવનારી હત્યાઓ પર આધારિત છે. એવુ બતાવાય રહ્યુ છે કે આ ફિલ્મમાં બિપાશાએ ગ્લેમર અને ચમકદમકથી દૂર એક સાધારણ યુવતીનો રોલ મળ્યો છે. તે એક બિહારની છોકરી છે, જે સાધારણ કોટન સાડી પહેરે છે. અને ઘરેલુ કામ કરે છે. એ સાધારણ છોકરીઓની જેમ ચોટલી બનાવે છે. ચોટલી બાંધવા બિપાશા પોતાના વાળ પણ વધારી રહી છે.

મોટાભાગે ગ્લેમરસ રોલ ભજવી ચૂકેલી બિપાશા માટે આ પ્રકારનુ પાત્ર ભજવવુ ખરેખર એક પડકારરૂપ ગણાશે જેને કારણે બિપાશા આ રોલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો કે તે સંજય ગુપ્તાની ફિલ્મ 'પંખ'માં પણ એક પડકારરૂપ રોલ ભજવી રહી છે. આ જ રીતે સુવિખ્યાત નિર્દેશક ઋતુપર્ણા ઘોષની બંગાળી ફિલ્મ 'શબ ચરિત્રો કાલ્પોનિક'માં પણ તેની મહત્વની ભૂમિકા છે અને અજય દેવગણની ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ' માં પણ તે જોવા મળશે.