ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બોની કપૂરની પ્રથમ પત્નીનું કેંસરને કારણે નિધન

P.R
બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂર રવિવારે કેન્સરને કારણે અવસાન પામ્યા છે. 15 દિવસ પહેલા જ તેમનું મલ્ટિપલ ઓર્ગનના કેન્સરનું નિદાન કરવામાં આવ્યુ હતું. છેલ્લા 5 મહિનાથી તેમની તબિયત સારી નહોતી રહેતી અને જાન્યુઆરીમાં તો તેમની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

47 વર્ષીય મોનાના બોની કપૂર દ્વારા બે બાળકો હતાં- અર્જૂન અને અંશુલા. અર્જૂન ફિલ્મ 'ઈશકઝાદે' દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કરવા જઈ રહ્યો છે. મોના પોતાના દીકરાની પહેલી ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત હતાં. તેમણે ટ્વિટર પર પોતાના દીકરાની ફિલ્મનું પહેલુ પોસ્ટર ટ્વિટ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

તેમણે લખ્યુ હતું કે, "ફટા પોસ્ટર નિકલે હિરો ઔર હિરોઈન! અર્જૂન કપૂર અને પરિનીતિ ચોપરાની બ્રાન્ડ ન્યૂ 'ઈશકઝાદે' ફિલ્મનું પોસ્ટર."

મોના ઘણી જ બહાદૂર સ્ત્રી હતી. તેણે હાલમાં જ ટ્વિટ કરી હતી કે, "જો હવે કોઈ મને પૂછશે કે મારી તબિયત કેમ છે તો હું તેમને બ્લોક કરી દઈશ. તમને બધાને ખબર છે કે હું મલ્ટિપલ ઓર્ગન કેન્સરના 3 તબક્કાનો હોસ્પિટલમાં સામનો કરી રહી છું. મારા માટે પ્રાર્થના કરો. બસ એટલું જ."

એક્ટ્રેસ-સિંગર સોફી ચૌધરીએ ટ્વિટર પર મોના કપૂરના અવસાનના સમાચાર આપ્યા હતાં.

તેણે ટ્વિટ કરી હતી કે, "મને આંચકો લાગ્યો છે. બહુ જ અદ્દભુત મહિલા હતી. મોના કપૂર-તમારી યાદ આવશે. તમારી આત્માને શાંતી મળે અને અર્જૂન અને અંશુલાને તાકાત આપે."

આ પછીથી ઘણા સેલિબ્રિટીએ ટ્વિટર દ્વારા તેમનો શોક વ્યક્ત કર્યો હતો.

બિઝનેસમેન રાજ કુન્દ્રા, "મારા બેસ્ટ ફ્રેન્ડ્સમાંની એક મોના કપૂરનું આજે અવસાન થયું. ભગવાન તેની આત્માને શાંતી આપે. બહુ જ સુંદર, પ્રેમાળ અને કાળજી લેનારી વ્યક્તિ હતી તે."

બિપાશા બાસુ, "રેસ્ટ ઈન પીસ મોના કપૂર, પરિવારને તાકાત મળે."

કરણ જોહર, "હું જાણતો હોવ તેમાનાં સૌથી દયાળુ, સન્માનિત અને પ્રેમાળ વ્યક્તિઓમાંની એક મોના કપૂર હતી...તે બધા માટે હકારાત્મક વિચારતી હતી. રેસ્ટ ઈન પીસ મે'મ."

મધુર ભંડારકર, "મોના કપૂરના દુ:ખદ અવસાન વિશે સાંભળીને આંચકો લાગ્યો છે. બહુ જ દયાળુ અને વિનમ્ર સ્ત્રી...ભગવાન તેની આત્માને શાંતી આપે."

રિતેશ દેશમુખ: રેસ્ટ ઈન પીસ મોના કપૂરજી- તે હંમેશા લોકો પ્રત્યે દયા રાખતી હતી-તેમના પરિવાર માટે પ્રાર્થના કરીશ