બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બોફોર્સ તોપ મુદ્દે અમિતાભ નિર્દોષ સાબિત થતા જયા બચ્ચન ખુશ

P.R
બોફોર્સ ગન કેસના આખરી ચૂકાદામાં અમિતાભ બચ્ચનને છૂટકારો મળતા તેમની પત્ની અને સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય જયા બચ્ચને પોતાની ખુશી વ્યક્ત કરતા બુધવારે કહ્યુ હતું કે આખરે સત્ય બધાની સામે બહાર આવી ગયું છે.

તેમણે કહ્યુ હતું કે, "તમે આજે જે કંઈ પણ સમાચારા છાપ્યા છે તે અમે 25 વર્ષથી જાણતા હતા પણ ન્યાય પોતાનો સમય લે છે અને સત્યને સામે લાવવાનો ભગવાનનો ચોક્કસ સમય હોય છે અને આજે એ સત્યની બધાની સામે આવી ગયું છે, તેનાથી વિશેષ અમારે શું જોઈએ."

હૂટ.ઓર્ગ નામની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા ઈન્ટરવ્યૂમાં પૂર્વ સ્વિડિશ પોલિસ ચીફ સ્ટેન લિન્ડસ્ટોર્મ (સ્વિડનના ડીપ થ્રોટ તરીકે જાણીતા)એ સમાચારનો ઘટસ્ફોટ કર્યો હતો કે તેણે જ 350 જેટલા દસ્તાવેજો ભારતીય પત્રકાર ચિત્રા સુબ્રમણ્યમને આપ્યા હતાં.

લિન્ડસ્ટોર્મે ખુલાસો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ બોફોર્સ ડીલમાં રુશ્વત લીધી છે તેવા કોઈ પૂરાવા નથી.

લિન્ડસ્ટોર્મે ભારતીય અભિનેતા અમિતા બચ્ચન અને તેના પરિવારને પણ ક્લિન ચીટ આપતા કહ્યુ હતું કે સ્વિડિશ અખબાર ડેજેન્સ નાયેહેટેરમાં પ્રકાશિત થયેલી તેમની વિરુદ્ધની વાર્તા ભારતીય ઈન્વેસ્ટિગેટરોએ ઘડી કાઢી હતી.

લિન્ડસ્ટોર્મે કહ્યુ હતું કે, "તેમણે મને અમુક નામોની યાદી આપી હતી જેમાં અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ હતું...સ્વિડનની ટ્રિપ દરમિયાન ઈન્વેસ્ટિગેટરોએ બચ્ચનની વિરુદ્ધમાં ડીએન પર એ વાર્તા ઉપજાવી કાઢી હતી."

1986માં થયેલો બોફોર્સ કેસની વિગત અનુસાર, સ્વિડનની હથિયાર ઉત્પાદર બોફોર્સે ભારતને હોવીત્ઝર બંદૂક આપવા માટે 15 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. એક વર્ષ પછી, સ્વિસ અખબારોમાં એવા અહેવાલો આવવા લાગ્યા હતાં કે કંપનીએ ભારતીય રાજકારણીઓ અને ડિફેન્સ અધિકારીઓને મોટી રુશ્વત આપી છે.