મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બોલીવુડના બાદશાહને જન્મદિવસની શુભકામનાઓ

IFM
હિંદી સિનેમાનો ઈતિહાસ બદલી તેને ટોચ પર બેસાડનારા બોલીવુડના રાજા અમિતાભ 11મી ઓક્ટોબરે પોતાનો 65મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. આ વયે પણ તેમનો અભિનય એટલો જ જોશવાળો છે, અને આજે પણ તેમનો જાદુ લોકોના દિલોદિમાગ પર છવાયેલો છે.

આજે ભલે અન્ય પ્રસિધ્ધ અભિનેતાઓ જેવા કે શાહરૂખ, સલમાન, આમિરનો દશકો ચાલી રહ્યો હોય, પણ અમિતાભ જેટલી પ્રસિધ્ધિ તો કોઈ નથી મેળવી શક્યુ. ફિલ્મોમાં જ નહી વિજ્ઞાપનોમાં પણ તેમનો તેટલો જ ક્રેઝ છે. જ્યાં મોટેરાંઓ તેમના ડાયલોગ અને તેમની એકશનના ઘેલાં છે ત્યાં બાળકો તેમના દ્રારા બતાવેલ જાહેરાતના ઘેલાં છે. બાળકો અમિતાભ અંકલવાળુ ચ્યવનપ્રાશ જોઈએ કે અમિતાભ અંકલે કહ્યું છે કે પોલિયોની દવા પીવાની છે વગેરે દ્રારા તેમને યાદ કરતા રહે છે. તેમના દ્રારા કરેલ જાહેરાત જોઈને લાગે છે કે એક પર્સનાલિટી ઈચ્છતી વ્યક્તિએ પણ એવી જ બધી વસ્તુઓ વાપરવી જોઈએ.

બિગ બી જ્યારે સંકટમાં હતા ત્યારે તેમને મુસીબતમાંથી બહાર કાઢનાર કાર્યક્રમ 'કૌન બનેગા કરોડપતિ' ને કેમ ભૂલી શકાય ? આ કાર્યક્ર્મ શરૂ
IFM
થતાં પહેલાં સુધી તો અમિતાભની છબિ એક આથમતા સૂરજની જેમ એક વૃધ્ધ અભિનેતા, નિષ્ફળ રાજનેતા, નિષ્ફળ વેપારી, અને કર્જથી દબાયેલાં માણસની હતી. પણ આ કાર્યક્રમને કારણે અમિતાભ બચ્ચનની પ્રસિધ્ધિને ચાર ચાઁદ લાગી ગયા.

જો કે આ પહેલાં તે બોલીવુડમાં ત્રણ દશકા પૂરા કરી ચૂક્યાં હતા. હંમેશા એક એગ્રીમેનના રૂપમાં દરેક પડકારનો સામનો કરવા તૈયાર રહેવાવાળા અમિતાભે નાના પડદાં પર કેબીસીમાં કામ કરવાનો ખતરો ઉઠાવ્યો અને રાતોરાત તે જમીન થી આસમાન પર આવી ગયા. અને આ રીતે એક ટીપાંમાંથી આજે દરિયો વહેતો થઈ ગયો.

અમિતાભ બચ્ચનનો બોલીવુડ સંધર્ષ

11 ઓક્ટોબર 1942માં જન્મેલા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સફળતા તો બધા જોઈ રહ્યા છે, પણ આ સફળતાની પાછળ તેમને કરેલો સંધર્ષ કોઈને નજરે નથી ચડતો. ફિલ્મોમાં આવવા માટે તો તેમણે સંધર્ષ કર્યો જ, પણ ફિલ્મમાં આવ્યાં પછી તો તેમને માટે આ સંધર્ષ વધુ મુશ્કેલીભર્યો બની ગયો. તેમણે જે ફિલ્મો કરી હતી તે ફ્લોપ થઈ ગઈ. કેટલાય લોકોએ તો તેમને કહ્યુ પણ કે તમે પાછા ફરો અથવા કવિ બની જાવ. 'ઝંઝીર' ના હિટ થતા પહેલા સુધી તો તેમણે કેટલીય પરેશાનીયોનો સામનો કરવો પડ્યો. આવો જોઈએ તેમની સંધર્ષપૂર્ણ યાત્રા.....

સાતમાંથી એક હિન્દુસ્તાન

IFM
અજિતાભ બચ્ચને ખેંચેલા ફોટાઓમાંથી એક ફોટાને ખ્વાજા અહમદ અબ્બાસ પાસે મોકલાવવામાં આવ્યો હતો, તે સમયે તે સાત હિન્દુસતાની ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, આ સાતમાં એક મુસ્લિમ યુવકનો રોલ અમિતાભને મળ્યો. આ પસંદગીના સમયે અબ્બાસ સાહેબને એ નહોતી ખબર કે અમિતાભ કવિ બચ્ચનના પુત્ર છે. તેમણે અમિતાભને પોતાના નામનો અર્થ પૂછ્યો. અમિતાભે જણાવ્યું કે અમિતાભનો અર્થ છે સૂર્ય, અને આ ગૌતમ બુધ્ધનું એક નામ પણ છે. અબ્બાસ સાહેબે અમિતાભને ચોખ્ખુ કહી દીધુ કે તે આ ફિલ્મ માટે તેને પાંચ હજાર રૂપિયાથી વધુ નહી આપે.

1969માં જ્યારે અમિતાભની આ પહેલી ફિલ્મ (સાત હિન્દુસ્તાની) દિલ્લીના શીલા સિનેમામાં રીલીઝ થઈ, ત્યારે અમિતાભે પહેલા દિવસે પોતાના માતા-પિતાની સાથે આ ફિલ્મ જોઈ. તે સમયે અમિતાભ જૈસલમેરમાં સુનીલ દત્તની ફિલ્મ 'રેશમા અને શેરા' ની શૂટિંગમાંથી રજા લઈને ખાસ આ ફિલ્મ જોવા આવ્યાં હતા. જ્યાં તેમણે કોલેજના જમાનામાં કોલેજમાંથી તડી મારીને કેટલીય ફિલ્મો જોઈ હતી ત્યાં જ તેમણે પોતાના માતા-પિતા સાથે પોતાની પહેલી ફિલ્મ જોઈ.

મીના કુમારી દ્રારા પ્રશંસા

અબ્બાસ સાહેબ મીનાકુમારીની ખૂબ ઈજ્જત કરતા હતા. રીલીઝ થતાં પહેલાં તેમણે સાત હિન્દુસ્તાનીનો ટ્રાયલ શો મીના કુમારીએ બતાવ્યો હતો. મીનાકુમારી અમિતાભની પહેલી ટીકાકાર હતી. જ્યારે મીનાકુમારીએ અમિતાભના કામના વખાણ કર્યા ત્યારે તે શરમાઈ ગયા હતા.

સંધર્ષ ચાલુ રહ્યો

સંધર્ષના આ દિવસો દરમિયાન તેમણે મોડેલિંગના ઓફર પણ મળી રહ્યાં હતા, પણ તેમને આ કામમાં કોઈ રસ નહોતો. જલાલ આગાએ એક
IFM
જાહેરાત કંપની ખોલી મુકી હતી. જે વિવિધ ભારતીને માટે જાહેરાત બનાવતી હતી. જલાલ આગા, અમિતાભને વર્લીના એક નાન રેકોર્ડિગ સેંટરમાં લઈ જતાં હતા, અને એક-બે મિનિટની જાહેરાતોમાં અમિતાભની અવાજનો ઉપયોગ કરતા હતા. દરેક પોગ્રામના પચાસ રૂપિયા મળી જતા હતા. તે સમયે આ નાનકડી રકમ પણ પૂરતી હતી. કારણકે તે સમયે ખૂબ સસ્તાઈ હતી. વર્લીની સિટી બેકરીમાં અડધી રાતે તૂટેલાં બિસ્કીટ અડધી કિમંતે મળી જતી હતી. અમિતાભે આ રીતે કેટલીય વાર ખુલ્લા રહેતા રેસ્ટોરં
ટમાં ટોસ્ટ ખાઈને દિવસો ગાળતા અને સવારે ફરી કામની શોધમાં નીકળી જતા.

અનવર અલીની મહેરબાન

કલકત્તામાં પોતાનો બધો પગાર બંને ભાઈ પોતાની પર જ વાપરી નાખતા, અને મા-બાપ પાસેથી પણ પૈસા મંગાવતા. પણ આ વખતે અમિતાભે નક્કી કરી નાખ્યું કે તે હવે મા-બાપ પાસેથી પૈસા નહી મંગાવે. તે જ્યારે મુંબઈ આવ્યા ત્યારે બંટી પોતે જ મદ્રાસની એક લોજમાં રોકાયા હતા. અમિતાભ પણ તેમની સાથે જ રહેવા લાગ્યા. પરંતુ છ મહિના પછી શૉ વૉલેસ કૈપનીએ અજિતાભને ફરી મદ્રાસ બોલાવી લીધા.

પહેલી બે ફિલ્મોની કમાઈથી કેટલા દિવસ નીકળતા. હવે રહેવા માટેની પરેશાની આવી ગઈ હતી. આવા સંકટના સમયે હાસ્ય અભિનેતા મેહમૂદના ભાઈ અનવર અલી, જેમણે 'સાત હિન્દુસ્તાની' ફિલ્મમાં અમિતાભ જેવો જ એક રોલ કર્યો હતો, તેમણે દેવતા બનીને મદદ કરી.

તે અંદેરીમાં મેહમુદના બંગલાના એક ફ્લેટમાં રહેતા હતા. મેહમૂદે તેમણે એક લાલ જગુઆર ગાડી પણ આપી હતી. અમિતજી પણ અનવરની સાથે જ રહેવા લાગ્યા. બંને કામની શોધમાં એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોમાં સાથે જ જતા હતા.

ઋષિદા જોડે મુલાકા

ઋષિકેશ મુખર્જી સાથે અમિતાભ બચ્ચનનો પરિચય અબ્બાસ સાહેબેજ કર્યાવ્યો હતો. કહ્યુ હતુ કે - આ મારા પરિચિત હરિવંશરાય બચ્ચનના પુત્ર છે. તેમણે મારી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' માં બહુ સારુ કામ કર્યુ છે. તે કામની શોધમાં છે તેમને તમારી કોઈ ફિલ્મમાં કામ જરૂર આપજો.

તે સમયે ઋષિકેશ મુખર્જી 'આનંદ' બનાવવાનું વિચારી રહ્યા હતા. આ સ્ટોરીને તેમણે રાજેન્દ્રકુમાર થી માંડીને જેમિનીના એસ.એસ વાસનને સંભળાવ્યો હતો. ત્યારે બધા એ એવુ કહીને ના પાડી હતી કે આમાં રોમાંસ નથી. હીરોની સામે કોઈ હીરોઈન નથી. કિશોરકુમાર અને શશિકપૂરે સાથે પણ વાત ન બની. અચાનક રાજેશ ખન્નાએ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી. હવે તેમને ડોક્ટરની ભૂમિકા માટે કોઈ અભિનેતાની જરૂર હતી. અને ત્યારે અબ્બાસ સાહેબ અમિતાભને લઈને તેમની પાસે પહોંચ્યા. તેમની પ્રથમ ફિલ્મ જોઈને પરીણામ એ આવ્યું કે તેમણે એ નિર્ણય કર્યો કે બાબૂ મોશાયની અંતર્મુખી ભૂમિકા માટે અમિતાભનો જન્મ થયો છે.
આનંદની સફળતાએ ફેરવ્યાં દિવસ

IFM
આનંદ અને પરવાના ફિલ્મમાં કામ કરવા માટે તેમણે ત્રીસ-ત્રીસ હજાર રૂપિયાનું મહેનતાણુ મળ્યું હતું જેને કારણે તેમણે અનવર અલીનો ફ્લેટ છોડી, જૂહૂ-પાર્લે સ્કીમમાં નાર્થ-સાઉથ રોડ પર સાત નંબરના મકાનમાં રહેવા લાગ્યા. આનંદ ફિલ્મ વડે તેમને સફળતાના ઝંડા લહેરાવી દીધા હતા. તેમણે ત્યારના સુપર સ્ટાર રાજેશ ખન્ના સામે શાનદાર અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી. તે છતાં તેમણે સાઈડ રોલ જ મળતાં રહ્યા. શરૂઆતની એક ડઝન ફિલ્મો સુધી તો અમિતાભ ઝીરો જ રહ્યા. તેમાં આનંદ સિવાય બોમ્બે ટુ ગોવા પણ હતી જેમાં તેમનો નટખટ રોલ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.

સુપર હિટ ઝંઝીર - સુપર હિટ બચ્ચ

જંજીર 1973 ની સફળતા થતા પહેલા અમિતાભે એક ડઝન ફિલ્મોમાં કામ કર્યુ. જેમાં સાત હિન્દુસ્તાની સિવાય પ્રેમ કી કહાની, બંસી-બેરજૂ, એક નજર, સંજોગ, રાસ્તે કા પત્થર, ગહરી ચાલ, બોમ્બે ટુ ગોવા, પરવાના, આનંદ, રેશમા ઔર શેરા અને બંધે હાથ નામની ફિલ્મો પણ હતી. જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી.

ફિલ્મ ઉદ્યોગમાં અમિતાભને 'અપશકુનિ' હીરો માનવામાં આવવા લાગ્યો. દોઢ થી બે વર્ષના આ સમયને અમિતાભ પોતાના ફિલ્મી કેરિયરનો
IFM
સૌથી ખરાબ સમય માને છે. પણ નિષ્ફળતાની આ યાત્રામાં જ સફળતાનો રસ્તો છુપાયેલો હતો. તેમની બોમ્બે ટુ ગોવા જોઈને જ પ્રકાશ મેહરા અને સલીમ જાવેદે તેમને જંજીર માટે પસંદ કર્યા હતા. આ સમય સુધી અજિતાભ પણ મુંબઈ થી આવીને અમિતાભના સેક્રેટરી કમ બિજનેસ મેનેજરનું કામ જોવા લાગ્યા હતા.

1972 ની જુલાઈમાં જંજીરનું શૂટીંગ શરૂ થયુ. પ્રકાશ મેહરા આ ફિલ્મના નિર્માતા-નિર્દેશક હતા. તેમણે 'જંજીર' માટે ધર્મેન્દ્ર સામે પાર્ટનરશિપનો પ્રસ્તાવ મુક્યો હતો, પણ તે રાજી નહોતા થયા. પ્રાણના પુત્ર રોનીના પ્રસ્તાવને કારણે પ્રકાશ મેહરાએ અમિતાભની ફિલ્મ બોમ્બે ટુ ગોવા જોઈ અને તેમને હીરો તરીકે પસંદ કર્યા.

'જંજીર' માટે પ્રકાશે પ્રથમ દેવ આનંદ અને રાજકુમાર જોડે પણ ચર્ચા કરી હતી. પણ તે તૈયાર નહોતા થયા. પણ આ ફિલ્મ અમિતાભ માટે નિયતિનું એક વરદાન સાબિત થયુ. આ ફિલ્મમાં તેમની નાયિકા જયા ભાદુરી હતી, જેમની સાથે તેમણે 'બંસી-બિરજૂ' અને 'એક નગર' પણ કરી હતી. બંને વચ્ચે રોમાંસ પણ ચાલતો હતો.

આ ફિલ્મમાં તેમણે અમિતાભને પોલીસની ઈસ્પેંક્ટરની ભૂમિકા કરી હતી. પણ પ્રકાશ મેહરાને એ શક હતો તે ખબર નહી અમિતાભ આ ડ્રેસમાં શોભશે કે નહી. તેમને ફિલ્મના પહેલા દિવસે જ તેમને આ વાતનો વિશ્વાસ થઈ ગયો કે આ રોલ માટે અમિતાભથી સારો ચેહરો કોઈ હોઈ જ ન શકે.

પ્રાણે પણ તેમનો અભિનય જોઈને પ્રકાશ મેહરાને કહી દીધુ હતુ કે હિન્દી સિનેમાને એક મોટો સ્ટાર મળી ગયો છે. કદાચ ભવિષ્યમાં આ એક મોટો કલાકાર બનશે. આ ફિલ્મની સફળતાથી પ્રાણ, સલીમ અને પ્રકાશ મેહરા ધન્ય ધન્ય થઈ ગયા હતા. આ દરમિયાન અમિતાભના માતા-પિતા પણ મુંબઈ આવી ગયા હતા, કારણ કે રાજ્યસભામાં ડો. બચ્ચનનો કાર્યકાલ પૂરો થઈ ગયો હતો. અને અજિતાભ પન શિપિંગની ટ્રેનિંગ માટે શૉ વૉલેશ કંપની તરફથી એક વર્ષ માટે જર્મની ગયો હતો.

જયા ભાદુરીને પણ અમિતાભે પ્રોમિસ કર્યુ હતુ કે 'જંજીર' ના હિટ થયા પછી તે રજાઓ ગાળવા વિદેશ લઈ જશે. ડો.બચ્ચને આદેશ આપ્યો કે વિદેશ જવુ હોય તો લગ્ન પછી જાવ. આ જૂન 1973ની વાત છે. અમિતાભ ત્યારે ત્રીસ વર્ષના હતા. બે દિવસમાં વિવાહ સંપન્ન થયો. લગ્નના બીજા દિવસે જયા અને અમિતાભ ત્રણ અઠવાડિયા માટે લંડન યાત્રા કરવા ચાલ્યા ગયા. ત્યાર પછીની ઘટનાઓ તો આપ સૌ જાણતા જ હશો.