શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ભારતીય મૂળની સિંગર આયેશા સાગરની ટોપલેસ તસ્વીર

ભારતીયો રોષે ભરાયા

P.R
મેલબોર્નમાં રહેતી ભારતીય મૂળની સિંગર, જે ગોલ્ડ કોસ્ટ સિટીની ગુડવિલ એમ્બેસેડર છે, તેની એક ટોપલેસ તસવીરને કારણે ત્યા રહેતા ભારતીયો અસ્વસ્થ થઈ ગયા છે. અમુક ભારતીયો તો આ રીતે મહદઅંશે રૂઢિચુસ્ત એવા ભારતમાં પ્રવાસનની જાહેરાત કરવાની યુક્તિની વિરુદ્ધમાં પણ બોલી રહ્યા છે.

ક્વિન્સલેન્ડમાં ઉછરેલી પોપ સિંગર આયશા સાગરને ગોલ્ડ કોસ્ટ શહેરના મેયર યોમ ટેટે શહેરની ગુડવિલ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે અને તે ટૂંક સમયમાં જ ભારતના શહેરોમાં આ ગોલ્ડ કોસ્ટ શહેરની પ્રવાસન શહેર તરીકેની જાહેરાત કરવા માટે આવવાની છે.

અલબત્ત, અહીંના એક સ્થાનિક અખબારના અહેવાલો અનુસાર, આયેશાની વેબસાઈટ પર રજૂ કરાયેલી તસવીર, જેમાં તે પોતાના શરીર પર ઓસ્ટ્રેલિયન ધ્વજને પેઈન્ટ કરાવીને પેરેડાઈઝ બીચ પર ઊભી છે, તેનાથી ત્યાંના ભારતીયો રોષે ભરાયા છે.

ક્વિન્સલેન્ડ સ્થિત ભારતીય એસોશિએસન સંબંધિત ઈવેન્ટના કોર્ડિનેટર નિરજ નારાયણે કહ્યુ હતું કે, "60 ટકાથી વધુ ભારતીયો હજી પણ રૂઢિચુસ્ત છે અને આ આયેશાની આ અર્ધનગ્ન તસવીર ગોલ્ડ કોસ્ટની ઈમેજ પર પણ ખરાબ અસર ઊભી કરશે."

નારાયણે આગળ કહ્યુ હતું કે, "જો ભારતીયો તેને આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રમોટ કરશે તો તેઓ ક્યારેય આ શહેરમાં આવવા માટે આકર્ષાશે નહીં."

તેમના કહેવા પ્રમાણે ભલે બોલિવૂડ ફિલ્મો અને ગ્લોબલાઈઝેશનને કારણે ન્યૂડિટીને વધારે લોકો સ્વીકારતા થયા છે તેમ છતાં પણ આ તસવીર શહેરની હકારાત્મક કરતા નકારાત્મક અસર વધુ પેદા કરશે.

આયેશા છેલ્લા 8 વર્ષથી ભારતમાં રહે છે પણ વર્ષના ઘણા મહિનાઓ તે ગોલ્ડ કોસ્ટમાં ગાળે છે.

તેણે કહ્યુ હતું કે આ તસવીરો વેબસાઈટ પર પોસ્ટ કરવા માટે નહીં પણ ભારતમાં તેની કારકીર્દિને પાટે ચઢાવવા માટે લોન્ચ કરવા માટે હતી.

"આ ફોટોને પ્રમોટ કરવાનો એકમાત્ર ઈરાદો મને એક આર્ટિસ્ટ તરીકે પ્રમોટ કરવાનો હતો."

આ દરમિયાન શહેરના મેયર ટેટેએ કહ્યુ હતું કે આયેશાની આ તસવીર માત્ર ભારતમાં ગોલ્ડ કોસ્ટનો પ્રોફાઈલ ઊચો નહીં લાવે પણ ચીનની જેમ વધારે ભારતીય મુલાકાતીઓને અહીં આવવા માટે આકર્ષશે.

તેમણે કહ્યુ હતું કે, "આ માત્ર વધારે મુલાકાતીઓ લાવવા માટે નહીં પણ રોકાણકારો લાવવા માટે પણ છે."

"ભારતીય માર્કેટ અત્યારે 4 ટકા જેટલું નીચે છે, જે પહેલા ચીનનું હતું. ભારતીયોની સંખ્યા અને તેમની સંપત્તિ જોતા અમે તેમને અહીં બોલાવવા માંગીએ છે, જેથી તેઓ અમારી જીવનશૈલી જુએ અને તેમને ખબર પડે કે રોકાણ કરવા માટે આ કેટલી સારી જગ્યા છે."

આયેશાના મેયર ટેટે સાથે ઓળખાણ કરાવનાર સિટી કાઉન્સેલર બોબ લા કાસ્ટ્રાએ કહ્યુ હતું કે તે બન્નેને આયેશાના આ ટોપલેસ ફોટો વિશે ખબર નહોતી તેમ છતાં તે બન્ને તેના આ નવા રોલને સપોર્ટ કરે છે.