ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ભારતીય સિનેમા...

આજથી ૭પ વર્ષ પહેલાં ભારતની પહેલી બોલતી ફિલ્મ 'આલમાઆરા' ૧૯૩૨ ની દરમિયાન પ્રદર્શિત થઇ હતી; જ્યારે તેના પહેલાં ફકત મૂક ફિલ્મોનું ચલન રહ્યું હતું, જેમાં વિશ્વપ્રસિદ્ધ હાસ્ય અભિનેતા ચાર્લી ચેપલિનની વદેશી ફિલ્મો આજે પણ બધે જોવામાં આવે છે.

શરુઆત ના સમયમાં ફિલ્મોમાં કામ કરનાર કલાકારોએ ગીત ખુદ ગાઇ તેમાં સહયોગ આપવું પડ્યું હતું. જ્યારે હાલના દોરમાં પડદા પર કામ કરતાં કલાકારને ફકત 'અભિનય' જ કરવો પડે છે. તેમાં નવી ટેકનીકથી ઘણું બધું પરિવર્તન આવ્યું છે.

જૂના જમાનાની ફિલ્મોમાં તેમની કથાઓ પ્રમાણે તેમનું ફિલ્માંક્ન કરવામાં આવતું હતું; જ્યારે આજકલની ફિલ્મોમાં વધુ કરીને 'સ્ટોરી' થી હટતાં હલ્કી-ફુલ્કી અને 'ટાઇમપાસ' કરનારી ફિલ્મો વધુ પસંદ કરવામાં આવી રહી છે. જેની પાછળનું એક તર્ક એ છે કે પહેલાંથી વધુ 'વ્યસ્ત' બનેલી રોજની આ જીંદગીમાં વધુથી વધુ લોકો અમુક સમય માટે 'ટેંશન-ફ્રી' રહેવા માગે છે...!

ખરી રીતે હિંદી ફિલ્મોનો 'સુવર્ણ કાળ' વર્ષ ૧૯પ૦ થી ૧૯૭૦ રહ્યો છે. જેમાં ફિલ્‍મની 'સ્ટોરી' પ્રમાણે તેના ગીતો લખવામાં આવતાં હતાં. અને તેમાંથી વધુ કરીને ફિલ્મો 'હિટ' પણ રહી હતી. આજથી પ૦ વર્ષો પહેલાં રજુ થયેલી ફિલ્મ 'મધર ઇંડિયા', અને 'મુગલે આઝમ' પણ ખરી રીતે એક 'ક્લાસિક' વર્ગની ફિલ્મ બની હતી. જેમાં નરગિસ સિવાય તેના બધાં કલાકારોએ પણ યાદગાર ભૂમિકા ભજવી હતી.

આ દરમિયાન ફિલ્મોમાં ગીત સિવાય ગઝલોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું, મશહુર શાયર ગાલીબની જિંદગી પર ફિલ્મ 'મિર્જા ગાલિબ' બની હતી. 'મિર્જા ગાલિબ' અને 'જહાંઆરા' સિવાય ઘણી બધી ફિલ્મોમાં મુખ્ય રીતે તલત મહેમૂદે ગઝલ ગાયક તરીકે પોતાની એક આગવી 'ઓળખાણ' બનાવી હતી. છેલ્‍લે રેખા દ્વારા અભિનીત ફિલ્‍મ ઉમારવ-જાન માં આશા દ્વારા ગવાયેલી ઉત્તમ ગઝલો મળી હતી.

હિન્‍દી ફિલ્મોમાં કવ્વાલિઓનું પણ ચલણ બન્યું હતું અને છે. જેમાં સૌથી જાણિતી છે- રાજ કી બાત રહને દો... પરદા હૈ પરદા... યારી હે ઈમાન મેરી.... હૈ અગર દુશ્મન જમાના.... વગેરે.

જાણિતા ફિલ્મકારો, કલાકારો, અને તેમજ દિગ્દર્શકોમાં વી. શાંતારામ, ગુરૂદત્ત, રાજકપૂર, મહેબુબ અને બીજા દિગ્દર્શકોએ પણ તેમના સમયમાં સુપરહિટ ફિલ્મો આપી હતી, જેમાં 'દો આંખે બારહ હાથ', ''નવરંગ', 'શ્રી ૪૨૦', 'આવારા', 'મધર ઈંડીયા', 'કાગજ કે ફૂલ' અને 'પ્યાસા' જેવી હિટ ફિલ્મો પણ આવેલી છે.

મધ્ય-સમયની વધુમાં વધુ બનેલી ફિલ્મો એકંદરે 'લવ સ્ટોરી' અને 'મિત્રતા'ના આધારે ફિલ્માવવામાં આવી હતી, જેમનું મુખ્ય ધ્યેય હીરો અને હિરોઇનનું 'મેળાપ' કરાવવું અથવા પછી તેમણે 'જુદા' કરવાનું રહ્યું હતું ! જ્યાં સુધી છેલ્લાં ૧પ વર્ષોની હિટ થયેલી ફિલ્મોની વાત છે, તેમાં 'સ્ટોરી' પ્રમાણે તેમનું ફિલ્માંકન પણ સારૂં રહ્યું છે.

હાલમાં જૂની હિટ ફિલ્મોનું ફરીથી ફિલ્માંકન કરતાં અથવા તેમને એક મળતું નામ આપીને 'રીમેક' બનાવવામાં આવે છે, જેમાં એક સુપરહિટ ફિલ્મ 'શોલે'થી પ્રેરણા લઇને 'રામગઢ કે શોલે' અને બીજી ફિલ્મોના પણ રીમિકો બનાવવામાં આવી છે...

અંતમાં, એ કહેવું એકદમ બરોબર રહશે કે સમયની સાથે પરિવર્તન થવું સ્વાભાવિક છે. અને તેના લીધે વધુ વિચાર ન કરતાં ફકત એક જ વાત કહેવી યોગ્ય રહેશે કે બસ, 'લગે રહો મુન્ના ભાઇ........!'