શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

ભારતીય સીનેમામાં અમીટ નામ ગુરુદત્ત

પ્યાસા, સાહેબ બીબી અઔર ગુલામ અને ચૌદવી કા ચાંદ જેવી સફળ ફિલ્મો આપનાર અને માત્ર 39 વર્ષની જ ઉમરમાં જ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક બનેલા ગુરુદત્તનુ નામ ભારતીય ફિલ્મજગતમાં અવિસ્મરણીય છે. આજે 10 ઓક્ટોનર વિજયાદશમીના દિવશે આ મહાન હસ્તીએ આપણી વચ્ચેથી વિદાઈ લીધી હતી.

કોરિયોગ્રાફર તરીકે ફિલ્મી દુનિયામાં પગરણ કરનાર ગુરુદત્તના કાર્યથી દુનિયા આફરીન છે પણ દરેક સાચા કલાકારની જેમ તેઓ પણ તેમના કાર્યથી ક્યારેય સંતોષી ન હતાં. આ જ કારણે તેમણે ઘણી બધી ફિલ્મો અધુરી છોડી હતી.

ગુરુદત્તનુ મૂળ નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ હતું. તેમનો જન્મ 1925માં મૈસુરમાં થયો હતો. તેમણે અભ્યાસ કોલકતામાં કર્યો હ્તો. તેમણે નૃત્યની શિક્ષા પ્રખ્યાત નર્તક ઉદયશંકર પાસેથી મેળવી હતી. ત્યારબાદ પ્રભાત સ્ટૂડિયોમાં સામેલ થયા.

'હમ એક હે' ફિલ્મમાં તેમણે કોરિયોગ્રાફર તરીકે કાર્ય કર્યુ, ત્યારબાદ અભિનેતા, નિર્માતા,નિર્દેશક બન્યા તેમની કાર્યને લોકો સરાહતા ગયા અને તેઓ પ્રખ્યાત થતા ગયા. ખરે જ આ મહાન હસ્તીને ઈચ્છીએ તો પણ ભૂલાવી ન શકાય કારણ કે કામ બોલે છે ભાઈ !