ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ભૈરવીએ બચ્ચન પરિવાર પર ટિપ્પણી કરી

IFM

જ્યા એક તરફ સમગ્ર ફિલ્મ ઈંડસ્ટ્રીને શુભેચ્છા આપી રહી છે કે એશ્વર્યા ગર્ભવતી છે અને કેટલાક મહિના પછી સંતાનને જન્મ આપવાની છે, પરંતુ અભિનેત્રી ભૈરવી ગોસ્વામીએ પોતાની ટ્વીટ દ્વારા બચ્ચન પરિવાર પર હુમલો કર્યો છે.

ભૈરવીએ ટ્વીટ કર્યુ છે 'સુપર્સ્ટાર્સના આ ઈંટરવ્યુ વાંચીને વિચિત્ર લાગે છે કે તેઓ પુત્રીની ઈચ્છા ધરાવે છે, કારણ કે હકીકત એ છે કે તેઓ બેંકોકમાં એક આઈવીએફ ક્લિનિકમાં ગઈ હતી જ્યા બોય બેબીઝ(થનારી સંતાન છોકરો હોય)માં વિશેષજ્ઞતા પ્રાપ્ત છે. પાખંડની હદ હોય છે. તે બધા જાણે છે કે છોકરો જ થશે. તેમને પોતાનો ઉત્તરાધિકારી છોકરો જ જોઈએ. આ ટિપીકલ ઉત્તર પ્રદેશની માનસિકતા છે.'

સામાન્ય રીતે ચૂપ રહેતી બચ્ચન ફેમિલી કદાચ આ વાતનો જવાબ આપવો પસંદ નહી કરે.