ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

મધ્યપ્રદેશમાં જોધા-અકબર પર પ્રતિબંધ

રાજસ્થાન બાદ હવે મધ્યપ્રદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો

IFMIFM

ઇન્દોર(ભાષા) પ્રથમ રાજસ્થાનમાં આસુતોષ ગોવારિકર દિગ્દર્શિત અને રીતીક રોશન અને એશ્વર્યા રાય અભિનીત ફિલ્મ જોધા અકબરનો વિરોધ થયા બાદ પ્રતિબંધ લાગ્યા પછી આજે દેશના મધ્ય પ્રાંતનું રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ રાજપૂત સમૂદાયોએ થીયેટરોની બહાર વિરોધ પ્રદર્શનો કર્યા હતાં જેના પગલે "જોધા અકબર ફિલ્મ"ને દર્શાવતી બંધ કરી દેવાઈ હતી. અને બાદમાં સરકારે તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કોમર્શિયલ ટેક્સ ડીપાર્ટમેન્ટ એડીશનના સેક્રેટરી ડી.પી.એસ. પરીહારે કહ્યું કે થીયેટરોની બહાર થઈ રહેલ વિરોધ પ્રદર્શનોના પગલે શહેરની શાંતિ જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી થતા રાજ્ય સરકારે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરીહારે "જોધા અકબર" ફિલ્મના સ્ક્રીનીંગ પર પ્રતિબંધ મૂકતા આદેશમાં જણાવ્યું કે, આ નિર્ણય મધ્ય પ્રદેશ સીનેમા (રેગ્યુલેશન) એક્ટ 1952ની જોગવાઈઓ અંતર્ગત લેવામાં આવ્યો છે.

અંત્રે નોંધનીય છે કે, એક રજપૂત સંસ્થાએ ધમકી આપી હતી કે, જો જોધા અકબરનું સ્ક્રીનીંગ તાબડતોબ બંધ કરવામાં નહીં આવે તો તેઓ થીયેટરોમાં આંગ ચાપી દેશે. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ જોધાબાઈને અકબરની પત્ની દર્શાવાતા વિરોધ જાહેર કર્યો હતો. ફિલ્મનું નિર્માણ યુટીવી સોફ્ટવેર કોમ્યુનિકેશન્સ લીમીટેડે અને દિગ્દર્શન લગાન, સ્વદેશ ફિલ્મના દિગ્દર્શક આસુતોષ ગોવારિકરે કર્યું છે.