શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

માધવન સાથેના કિસિંગ સીન અંગેની અફવાથી બિપ્સ ચિડાઈ

IFM

'જોડી બ્રેકર'માં માધવન સાથે કિસિંગ સીન આપ્યા બાદ બિપાશા બાસુ તુરંત જ પોતાના મેકઅપ રૂમ તરફ દોડી ગઈ હતી કારણ કે માધવને બહુ જ બધી ડુંગળી ખાધી હતી...આ પ્રકારના અહેવાલને રદિયો આપતા બિપાશાએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે, "આજે મારા અને મેડીના કિસિંગ સીન વિશેના વાહિયાત અને બકવાસ સમાચાર ફેલાયા છે....લાગે છે કે જે લોકોએ આ લખ્યુ છે તેમણે આ સીન માટે મેડીને કિસ કરી હશે."

અહેવાલો અનુસાર, એક કિસિંગ સીન કર્યા પછી બિપાશાએ મેકઅપ રૂમમાંથી બહાર આવવાની ના પાડી દેતા મેડીએ ડુંગળી ખાવાનું બંધ કરી દીધુ હતું અને બાકીના બે અન્ય કિસિંગ સીન પણ નહોતા શૂટ કરી શકાયા.

મેડીની પત્ની સરિતા સાથે ઘણી નિકટ એવી બિપાશા આ અહેવાલોને કારણે એટલી ગુસ્સે થઈ હતી કે તેણે આ વિશે મેડીનો પક્ષ લેતા ટ્વિટર પર લખ્યુ હતું કે, "મેડી એક જેન્ટલમેન છે અને પોતાના કો-સ્ટાર સાથેનો સામાન્ય શિષ્ટાચાર સારી રીતે જાણે છે, ખાસ કરીને સ્ત્રીઓ સાથે. ખબર નહીં કોણે આ વાત ફેલાવી?"

આ સ્પષ્ટતા પછી બિપાશા તુરંત જ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ હતી