ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (15:54 IST)

મારા લગ્નની ખોટી તારીખો મીડિયામાં આવી રહી છે : આસીન

ચુલબુલી સ્ટાર આસીનના લગ્નને લઈને રોજેરોજે નવી નવી વાતો બહાર આવી રહી છે . માઈક્રોમેક્સ કંપનીના કો ફાઉનડર રાહુલ શર્મા સાથે સગાઈમાં બંધાઈ ચુકેલી આસેનના લગ્નની 20 નવેમ્બરની તારીખ પણ મીડિયામાં જાહેર થઈ ગઈ હતી. કેટલાક અંગ્રેજી અખબારોએ એવા પણ ન્યૂઝ આપ્યા હતા કે રાહુલ-આસીનના લગનના કેટ્લાક મિત્રો સગાવહાલાઓની હાજરીમાં દિલ્હીમાં થશે. 
 
જો કે હવે એક વેબપોર્ટલ જણાવ્યા પ્રમાણે આસીનના લગ્નની તારીખો ખોટી છે અને તે આ વર્ષે લગ્ન નથી કરવાની બોલીવુડ લાઈફ્ના જણાવ્યા પ્રમણે આસીને પોતાના લગ્નની તારીખ અંગે આશચર્ય વ્યકત કરતા કહ્યું છે કે મારી જાણ વગર મારા લગ્નની તારીખો કોણે નક્કી કરી ? 
 
આસીને કહ્યું હતું કે મારા લગ્નની ખોટી તારીખો મીડિયામાં ઉછળી રહી છે હું ઝડપથી લગ્ન કરવાની છું પણ મારા કેટલાક એસાઈન્મેટ પુરા થઈ જાય તો પછી હું મેરેજની તારીખ વિશે વિચારીશ મારા પેંડીંગ કોંટ્રેક્ટ વર્ષના અંત સુધી તો ચાલશે અને તે પુરા થયા પછી હું લગ્નની તારીખ નક્કી કરીશ માટે રાહ જુઓ