શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

મોદીના વખાણ કરતા નકલી વીડિયોથી બિગ બી નારાજ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન મોદીના વખાણમાં યૂટ્યૂબ પર નાખવામાં આવેલ એક વીડિયોથી ખૂબ નારાજ છે. આ વીડિયોમાં બોગ બીનો અવાજ છે. પણ બિગ બીનુ માનીએ તો આ વીડિયો નકલી છે. તેમા જે તસ્વીરો લગાવી છે, તે ખોટી છે. બીજી બાજુ મોદીએ પણ ટ્વીટ કરી ફરજી વીડિયો અપલોડ કરનારની ધરપકડ કરવાની માંગ કરી છે.

6 વર્ષ પહેલા લીડ ઈંડિયા કૈપેન માટે આપ્યો હતો અવાજ
P.R


બિગ બી ના કહેવા મુજબ આ બનાવટી વીડિયોમાં તેમના એ અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેમણે છ વર્ષ પહેલા લીડ ઈંડિયા કૈપેન માટે આપ્યો હતો. આ બનાવટી વીડિયોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાઓ પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી એ જાહેર થાય છે કે અમિતાભ પીએમના રૂપમાં મોદીનુ સમર્થન કરી રહ્યા છે. પરંતુ અમિતાભે આ વાતને નકારી છે.

આગળ બિગ બી બોલ્યા નકલી છે વીડિયો


વાત એમ છે કે અ વીડિયો દ્વારા એ સંદેશ જાય છે કે અમિતાભ બચ્ચન મોદીને દેશના આગામી પ્રધાનમંત્રીના રૂપમાં પ્રચારિત કરી રહ્યા છે. પણ બિગ બી એ જાતે આ વીડિયોથી દૂર રહેતા તેને નકલી કહ્યો છે. બિગ બી એ ટ્વિટર પર લખ્યુ છે કે નકલી !! નકલી !! નકલી !! મારી સાથે આ ગેરકાયદેસર હરકતથી હુ ખ્કૂબ જ હેરાન અને નારાજ છુ.

આટલુ જ નહી તેમણે ટ્વીટ કરીને આની ચોખવટ પણ કરી છે. વ્હાલા મિત્રો, વર્ષ 2007માં હુ ટાઈમ્સ ઓફ ઈંડિયાના લીડ ઈંડિયા અભિયાનથી જોડાયેલો હતો. જેમા દેશના ગૌરવના ગુણગાન કર્યા હતા. પરંતુ કોઈએ આ અભિઅયન સાથે જોડાયેલ મારા અવાજ અને ટેક્સ્ટનો ઉપયોગ કરી નકલી વીડિયો બનાવ્યો છે. જેમા આવા ફોટાઓ લગાવાયા છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રચાર છે.

વીડિયો નાખનાર પર થશે કાર્યવાહી

બિગ બીએ જે બનાવટી વીડિયોને લઈને પોતાની નારાજગી બતાવી છે, એ વીડિયોને જીતેગા ભારત નામના યૂટ્યૂબ એકાઉંટથી અપલોડ કરવામાં આવી છે, માહિતી મુજબ આ એકાઉંટ દ્વારા અત્યાર સુધી એક જ વીડિયો નાખવામાં આવ્યો છે. તેઓ એટલા નારાજ છે કે તેમણે આ નકલી વીડિયો બનાવનાર અને નાખનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નકલી વીડિયોની આલોચના પછી બિગ બી ને સોશિયલ મીડિયાની સાથે સાથે યૂટ્યૂબ પર પણ ભારે સમર્થન મળ્યુ છે, બિગ બી ના ફેંસ એ આ વીડિયોને યૂટ્યૂબ પરથી હટાવવાની માંગ કરી છે.