શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

યુગાંડામાં જન્મી 'કમીને'ની વાર્તા

IFM

વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'કમીને'થી યુગાંડા, મીરા નાયર અને તાજેતન નામના વ્યક્તિનુ નામ જોડાયેલુ છે. યૂગાંડાની રાજઘાની કમ્પાલામાં 'માનસૂન વેડિંગ' અને 'ધ નેમસેક' જેવી ફિલ્મો બનાવનારી મીરા નાયરનીએક રાઈટિંગ લેબોરેટરી છે, જે ખાસ કરીને નવા લેખકો અને ફિલ્મ પ્રેમીઓ માટે છે.

આ લેબોરેટરીમાં કેન્યાના રહેનારા તાજેતન નામના એક છોકરા દ્વારા લખેલ શરૂઆતની સ્ક્રિપ્ટને જ્યારે વિશાલ ભારદ્વાજએ વાંચી તો તેમા તેમને દમ લાગ્યો. મકડી, મકબૂલ અને ઔંકારા જેવી ફિલ્મ બનાવી ચૂકેલા વિશાલે એ કેન્યાઈ છોકરાને કહ્યુ કે એ સ્ક્રિપ્ટમાં સુધારો કરીને તેને અંતિમ રૂપ આપે.

જ્યારે એ આવુ કરવામાં નિષ્ફળ રહ્યો તો વિશાલે તેને શરૂઆતનો ડ્રાફ્ટને પોતાની ટીમને સોપ્યુ. સબરીના ધવન જેમણે 'માનસૂન વેડિંગ' જેવી ફિલ્મ લખી છે, એમણે સ્ક્રિપ્ટને ફાઈનલ કરી.

આ જોડિયા ભાઈઓની વાર્તા છે, જે એક-બીજાને નફરત કરે છે. 24 કલાકમાં તેમની સાથે જે કાંઈ ઘટનાઓ બને છે એ ફિલ્મમાં બતાવવામાં આવી છે. શાહિદ કપૂર-પ્રિયંકા ચોપડા અભિનીત આ ફિલ્મથી બોલીવુડને ઘણી આશા છે.

વિશાલ તાજેતનને નથી ભૂલ્યા, જેના આઈડિયાથી આ ફિલ્મ બની છે. તેમણે 'કમીને'ના એક ચરિત્રનુ નામ એના નામે રાખ્યુ છે. આ પાત્ર કોણે ભજવ્યુ છે એ જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે, જે સિનેમાઘરમાં 14 ઓગસ્ટના રોજ રજૂ થવાની છે.