બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

રાખી રચશે સ્વયંવર

એનડીટીવી પર ટીવી શો

N.D
આઈટમ ડાંસર અને અભિનેત્રી રાખી સાવંત સ્વયંવર કરવાની છે. આ સમાચાર એ બધા માટે ચોકાવનારા હોઈ શકે છે જેમણે આ અંગે વિચાર્ય પણ નહી હોય. પરંતુ આ હકીકત છે.

એનડીટીવી ઈમેજિન ટૂંક સમયમાં જ એક ટીવી શો શરૂ કરનારો છે. જેમા કુંવારાઓ માટે યોગ્ય જોડીયો શોધવામાં આવશે. આ શો ની શરૂઆત થશે રાખી સાવંતના સ્વયંવરથી. પરંતુ રાખી કોની સાથે લગ્ન કરશે એ પણ એક મુખ્ય પ્રશ્ન છે, કારણ કે રાખીને હંમેશા હંગામો કરનાર કલાકાર જ માનવામાં આવે છે. જેમા કશુ ખોટુ નથી, એ છે જ હંગામાબાજ.

જ્યા સુધી રાખીના લગ્નની વાત આવે ત્યારે દરેકના મગજમાં એક જ નામ આવી જાય અને એ છે અભિષેક અવસ્થી, જેની સાથે રાખીનુ નામ શરૂઆતથી જ જોડાયેલુ રહ્યુ છે. પરંતુ રાખીએ આ શક્યતાથી ચોખ્ખી ના પાડી દીધી છે કે એ તેઓ અભિષેક સાથે લગ્ન કરવા જઈ રહી છે કે સ્વયંવરને બહાને એ તેના ગળામાં વરમાળા નાખશે. જ્યારે રાખીને પ્રશ્ન કરવામાં આવ્યો કે અભિષેક નહી તો કોણ ? આના જવાબમાં રાખીએ કહ્યુ વર્તમાન સમયના સૌથી 'હોટ બેચલર' તો રાહુલ ગાંઘી છે.

પરંતુ લાખ રૂપિયાનો પ્રશ્ન તો એ છે કે આ 'હોટ બેચલર' રાખીને મળશે ખરો ? ભલે રાખીને રાહુલ ન મળે પણ જે પણ મળશે એ ટીવી ચેનલવાળા જ શોધીને લાવશે, એ નક્કી છે. જો કે એ નક્કી નથી કે ચેનલવાળા દ્વારા શોધવામાં આવેલ વરને લઈને રાખી ડ્રામાબાજી કરશે કે નહી ?