શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રાખી સાથે સરખામણી યોગ્ય નથી - પૂનમ

P.R

ભારત વિશ્વકપ 2011 જીતશે તો ન્યૂડ થશે તેવી જાહેરાત કરીને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગયેલી મોડલ પૂનમ પાંડે એ સાફ શબ્દોમાં કહ્યુ છે કે, રાખી સાવં સાથે તેની સરખામણી કરવી બિલકુલ યોગ્ય નથી. મારી સરખામણી હોલીવુડ સ્ટાર એંજેલિના જોલી અને ભારતીય અભિનેત્રી કેટરીના કેફ સાથે કરવામાં આવે તો તે ચોક્કસપણે ગર્વ અનુભવશે. પરંતુ હંમેશા વિવાદોમાં રહેતી રાખી સાવંત સાથે સરખામણી બિલકુલ યોગ્ય નથી. રાખીને તે બિલકુલ પસંદ કરતી નથી. તેવો સંકેટ તેણે આપ્યો. એક વાતચીતમાં પૂનમે કહ્યુ કે રાખી સાથે તેની સરખામણી શા માટે કરવી જોઈએ એ બાબત સમજાતી નથી. બોલીવુડના સુપરસ્ટાર અક્ષય દ્વારા હોસ્ટ રિયાલિટી શો મારફતે પૂનમ પાંડેએ લોકપ્રિયતા મેળવી હતી.