મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રાસ્કલ્સની બોલ્ડ આઈટમ ગર્લ લીસા હેડન

IFM

વર્તમાન દિવસોમાં આઈટમ નંબર ફિલ્મની સારી સ્ટોરી કરતા પણ વધુ મહત્વનુ બની ગયુ છે. તેથી જ હવે સંજયદત્ત અને રાસ્કલ્સની આજે રજૂ થયેલ ફિલ્મ રાસ્કલમાં પણ સુપર મોડલ લીસા હેડનના આઈટમનો ઝટકો બતાડવામાં આવ્યો છે.

IFM

લિસા હેડન એ પોતાન કેરિયરની શરૂઆત સોનમ કપૂર અને અભય દેઓલ અભિનીત 'આયેશા' ફિલ્મ દ્વારા કરી. લિસાનો જન્મ ભારતમાં જ થયો. પણ એ ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ઉછરી છે અને છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં છે.

IFM

આયેશામાં તેના અભિનયની પ્રશંસા થઈ, જેમા તે સોનમની બહેનપણી આરતી બની હતી. હવે તેણે રાસ્કલમાં આઈટમ નંબર કર્યુ છે. બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા તેણે શ્યામક ડાવર પાસેથી બોલીવુડ ડાંસ પણ શીખ્યો છે. લિસાને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.