બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રિયા-રાઈમાનું બીજુ રૂપ

IFM
IFM













રિયા સેન અને રાઈમા સેનના અભિનય વિશે તો બધા જ પરિચિત છે, પરંતુ તેઓ સામાજિક કાર્યમાં પણ જોડાયેલી છે તે વાત ઘણા ઓછા લોકો જાણે છે.

તાજેતરમાં જ સેન સિસ્ટર્સે મુંબઈમાં ઘણી જગ્યાએ ગરીબોમાજમવાનું અને કપડાં વહેંચ્યા. લોકોની ગરીબીને જોઈને બંને બહેનોનુ દિલ પીગળી ગયું અને આ કારણે જ તેઓ લોકોની બને તેટલી મદદ કરવાની કોશિશ કરે છે.

શિક્ષણના મહત્વથી પણ બંને સારી રીતે પરિચિત છે. તેમણે ઘણા બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવી છે. આ બાબતે જ્યારે રિયાને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ 'અમે અમારા તરફથી નાનકડી મદદ કરવાના પ્રયત્નો કરીએ છીએ, જેથી બીજાની જીંદગીમાં થોડો ફેરફાર આવે. આપણા દેશમાં ગરીબી હેઠળ જીવી રહેલા લોકોની સંખ્યા કરોડોમાં છે. તેમનું ભલુ કરીને આપણે ખરું જોવા જઈએ તો પોતાનું જ ભલું કરી રહ્યા છે.