મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

લવ મેકિંગ સીન આપવા સરળ લાગે છે - પરિનીતી ચોપરા

'
P.R

લેડિઝ વર્સિસ રિકી બહેલ' દ્વારા બોલિવૂડ ફિલ્મોમાં એન્ટ્રિ લેનાર પરિનીતી ચોપરાને એક્ટિંગ બહુ જ ગમે છે અને તેને ઈન્ટિમેટ પ્રણય દ્રશ્યો આપવા બહુ સરળ લાગે છે.

હાલમાં અર્જૂન કપૂર સાથેની ફિલ્મ 'ઈશકઝાદે'ના પ્રમોશનમાં વ્યસ્ત પરિનીતીએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે તેને એક્ટિંગ કરવી બહુ જ ગમે છે. યશ રાજ ફિલ્મ્સ સાથે માર્કેટિંગમાં કામ કરતી વખતે તેને થયું કે એક્ટિંગ બહુ જ મજાનું કામ છે અને તે આ કામ કરી શકે છે. આ વિચારીને જ તે એક્ટિંગમાં આવી હતી.

તેના પરિવારમાંથી પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા આ ઈન્ડસ્ટ્રીમાં હોવાથી તેણે પોતાના માતા-પિતાને મનાવવાની જરૂર નહોતી પડી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું એક્ટિંગમાં આવતા પહેલા તેને એ વાતનો ડર નહોતો લાગ્યો કે ક્યારેય કોઈ અજાણ્યા અભિનેતા સાથે પ્રણય દ્રશ્યો કેવી રીતે આપી શકશે? શું તેને આમ કરતા ડર નહોતો લાગ્યો?

આ પ્રશ્નોના જવાબ આપતી વેળાએ પરિનીતીએ કહ્યુ હતું કે, "હું કોઈ પણ ફિલ્મ કરતા પહેલા તેની સ્ક્રિપ્ટ વાંચુ છું. જો સ્ક્રિપ્ટનું છેલ્લુ પાનું વાંચીને મને થાય કે આ તો એકદમ કમાલ ફિલ્મ છે તો એનો અર્થ એ થાય કે મને ફિલ્મના દરેક દ્રશ્ય અને સંવાદ સાથે તે ફિલ્મ ગમી છે. અને જ્યા સુધી આવા પ્રણય દ્રશ્યોની વાત હોય તો મને તો આવા દ્રશ્યો સરળ લાગે છે. કારણ કે એ સમયે હું માત્ર એક્ટિંગ કરતી હોઈશ. મારી કોઈ ફિલિંગ્સ તેમાં જોડાયેલી નહીં હોય. બધુ જ મિકેનિકલ અને ટેકનિકલ હોય છે. ડાયરેક્ટર તમને એક એક વાત સમજાવે છે. તમારા માટે 1 2 3 એવી રીતે સ્ટેપ્સ બની જાય છે અને તમે માત્ર એ સ્ટેપ્સને અનુસરો છો."

આગળ પરિનીતીએ જણાવ્યુ હતું કે, "હું કોઈથી ડરતી નથી સિવાય કે મારા માતા-પિતા. મારા માતા-પિતાને ખબર છે કે હું એક્ટિંગ કરુ છું. બસ વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. ઉપરાંત, મને અર્જૂન અને હબીબ (ડાયરેક્ટર) પાસેથી એક વાત શીખવા મળી છે કે જો તમને એક્ટિંગ કરવામાં શરમ આવતી હોય તો કદાચ તમે ફિલ્મો માટે નથી બનેલા."