મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

વર્ષમાં બે જ ફિલ્મો કરીશ - અક્ષય

IFM
અક્ષય કુમાર હાલ પોતાના પુત્ર આરવને વધુ સમય આપી રહ્યા છે. અક્ષયના મુજબ છેલ્લા પાંચ-છ વર્ષોથી એ સતત વ્યસ્ત રહે છે. ફિલ્મો અને ટીવીને કારણે તેઓ આરવને સમય નહોતા આપી રહ્યા. અક્ષય કહે છે કે આરવ હવે મોટો થઈ રહ્યો છે અને મારી માટે એ મહત્વપૂર્ણ થઈ ગયુ છે કે આરવની સાથે હું વધુમાં વધુ સમય વિતાવુ અને એ માટે જો મારે ફિલ્મમાં કપાત કરવો પડે તો પણ હું કરીશ. અક્ષય હવે વર્ષમાં બે ફિલ્મોનો ફોર્મૂલા પર કાર્ય કરવાના છે અને બાકીનો સમય પોતાના પુત્ર સાથે વિતાવશે. તેમના મુજબ તેઓ પણ સામાન્ય માતા-પિતાની જમ પોતાના પુત્રની સ્કૂલમાં પીટીએમમાં ભાગ લેવા માંગે છે અને પુત્રને શાળામાં છોડવા માંગે છે અને લેવા જવા માંગે છે. અક્ષય પોતાના પુત્રની સાથે રજાઓ પર જવા માંગે છે જેથી બંને વચ્ચે સંવાદ વધી શકે.