ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

વાન્યા મિશ્રા : ફેમિના મિસ ઈંડિયા વર્લ્ડ 2012

P.R
જલંધરની યુવતી વાન્યા મિશ્રાને શુક્રવારે પેન્ટાલુન્સ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2012નો ખિતાબ મળ્યો છે. મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેણે આ ખિતાબ જીત્યો હતો.

આ વર્ષે યોજાનારા વર્લ્ડ બ્યૂટિ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ચેન્નાઈની રોશેલ મારિયા રાઓએ મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ અને પૂનાની પ્રાચી મિશ્રાએ મિસ ઈન્ડિયા અર્થનો ખિતાબ જીત્યો હતો.

વિજેતાઓની પસંદગી જ્યૂરી પેનલ દ્વારા કરવામાં આવી હતી જેમાં એક્ટ્રેસ સોનમ કપૂર અને સોનાલી બેન્દ્રે, ફિલ્મમેકર એકતા કપૂર અને રોહિત શેટ્ટી, ક્રિકેટર હરભજન સિંહ, ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોર, સિંગર સોનું નિગમ અને ટીવી એક્ટ્રેસ સાક્ષી તન્વર સામેલ હતાં. તેમણે 20 સ્પર્ધકોમાંથી બેસ્ટની પસંદગી કરી હતી.

સ્પર્ધકોને પૂછાયેલો નિર્ણાયક સવાલ હતો કે- જો તમારી પાસે વિકલ્પ હોય તો શું તમે હજાર નોકરીઓ શરૂ કરશો કે પછી દરરોજ 100 હજાર બાળકોને જમાડશો?

મિસ ઈન્ડિયા 2011 ટાઈટલ જીતનાર કનિષ્ઠા ધનખર, હસલિન કૌર અને અંકિતા શોરેએ ક્રાઉન પહેરાવ્યા હતાં.

મુંબઈના ભવન્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરીએ પર્ફોર્મન્સ આપ્યું હતું. સિંગર અલી ઝાફર તે પોતાના 'મધુબાલા' સોન્ગ દ્વારા ત્યા હાજર દર્શકોનું મનોરંજન કર્યું હતું.

મનિષ પૌલ અને આયુષ્યમાન ખુરાનાએ શોનું હોસ્ટિંગ કર્યું હતું