શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

વિદ્યા બાલનનો સ્પષ્ટ ઈંકાર

IFM
પ્રતિભાશાળી અભિનેત્રી વિદ્યા બાલને ફિલ્મ 'ઈશ્કિયા'ના સેટ પર ઘમાકો કરી દીધો. તેમણે ફિલ્મના હીરો અરશદ વારસીની સાથે કિસ સીન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મની શૂટિંગ મુંબઈ સ્થિત બોરિવલી નેશનલ પાર્કમાં ચાલી રહી હતી. ત્યાં કેટલાક રોમાંટિક દ્રશ્યોનુ ફિલ્માંકન કરવામાં આવી રહ્યુ હતુ. વિદ્યાનો મિજાજ એકદમ બગડી ગયો.

થયુ એમ કે આ રોમાંટિક દ્રશ્યો દરમિયાન જેવુ તેમને કિસ સીન વિશે બતાવવામાં આવ્યુ તો એ ગુસ્સે થઈ ગઈ અને તેણે આવા કોઈપણ દ્રશ્યો ફિલ્માવવાની ચોખ્ખી ના પાડી દીધી. વિદ્યાનુ આ રૂપ જોઈ આખી ટીમ આશ્વર્યમાં પડી ગઈ. વિદ્યાને આમ તો ખૂબ સમજદાર અને સહયોગના ભાવનાથી કામ કરનારી વ્યક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે પરંતુ એ દિવસે તેમને કોઈપણ પ્રકારનો સહયોગ કરવાની ના પાડી દીધી. એવુ પણ બની શકે કે શૂટિંગ ટીમ વિદ્યાને લઈને કાંઈક વધારે પડતુ જ વિચારી રહ્યા હોય, કારણ કે થોડા સમય પહેલા જ મણિરત્નમની ફિલ્મ 'ગુરૂ'માં એ ચુંબન દ્રશ્ય કરી ચૂકી હતી.