ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

વિશ્વરૂપ વિવાદ પર ટ્વિસ્ટ, કમલહસનનો જીવ જોખમમાં !!

P.R
એક રિટાયર પોલીસ અધિકારી દ્વારા કમલ હસનનો જીવ જોખમમાં હોવાની ચેતાવણી આપી છે. તેમના એક અન્ય પ્રશંસકે તેમને આ સ્થિતિમાં એકલા યાત્રા કરવાની ના પાડી દીધી છે. હસનને ત્યારે સચેત કરવામાં આવ્યા જ્યારે તેઓ તમિલનાડુમાં પોતાની ફિલ્મ વિશ્વરૂપ પર આવનારા નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. આ અંગેની ખાતરી કરતા કમલ હસને કહ્યુ કે હા મને સાવધ રહેવાનુ કહેવામાં આવ્યુ છે, હુ એ વ્યક્તિનું નામ નહી બતાવુ નહી તો તેની જીંદગી પણ મુશ્કેલીમાં મુકાય જશે. પણ હા મને એકલા ક્યાય બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે મને મોતથી ભય નથી લાગતો.

વર્ષ 2009માં મહાત્મા ગાંધીની હત્યા પર આધારિત ફિલ્મ 'હે રામ'નુ નિર્દેશન કરી ચુકેલ હસને કહ્યુ કે મારા વિરોધી મને મારી નાખવા માંગે છે. આ રચનાત્મક હત્યા હશે. 30 જાન્યુઆરીનો દિવસ મારી હત્યા માટે સારો દિવસ હતો. મહાત્મા ગાંધીની હત્યા એ દિવસે થઈ હતી. તેના મુજબ તેમને જો સ્વતંત્રતાથી ફિલ્મ નિર્માણ ન કરવા દેવામાં આવી તો પણ તેમનુ મોત જ થશે. તેમણે કહ્યુ કે હુ નેતા નથી અને મને રાજનીતિ સમજાતી નથી. હુ ફિલ્મ નિર્દેશક અને અભિનેતા છુ. જો મને ફિલ્મ બનાવવાની મંજૂરી નહી આપવામાં આવે તો હુ મરી જઈશ. આ એટલુ જ સહેલુ છે.

તેમણે કહ્યુ કે મેં 30 જાન્યુઆરીના રોજ એક પ્રેસ વાર્તામાં દેશ છોડવાની વાત અને નિર્વાસનમાં રહીને કામ કરવાની વાત કરી. મારા પ્રશંસક મારા જવાની વાતથી સ્તબ્ધ કેમ છે. સુભાષ ચંદ્રએ પણ તો આવુ જ કર્યુ હતુ ને ? તેમણે પોતાની જીંદગીના છેલ્લા દિવસોમાં દેશની બહાર જઈને દેશની સેવા કરી હતી. તેમના મુજબ તેઓ જ્યા પણ રહેશે તેમની રાષ્ટ્રીયતાની ઓળખ કોઈ નથી છીનવી શકતુ.