શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2013 (12:19 IST)

'વિશ્વરૂપમ' પરથી રોક હટી પણ રાજ્ય સરકાર હાઈકોર્ટ પહોંચી

.
P.R
કમલ હસનની ફિલ્મ 'વિશ્વરૂપમ' ને હાઈકોર્ટમાંથી મંજૂરી તો મળી ગઈ છે, પણ તમિલનાડુ સરકાર હજુ પણ ફિલ્મના પ્રદર્શનના પક્ષમાં નથી. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં ડબલ બેચમાં અરજી નોંધાફી છે. મદ્રાસ હાઈકોર્ટે કમલ હસને રાહત આપતા તેમની ફિલ્મ 'વિશ્વરૂપમ' પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો.

ફિલ્મ પર રોક ગેરકાયદેસર : બે પેજના નિર્ણયમાં કોર્ટે કહ્યુ કે ફિલ્મ પર રોક ગેરકાયદેસર છે અને તેને લઈને સરકારની તરફથી કોઈ પણ પ્રકારના આદેશ નથી આપવામાં આવ્યા. મુસ્લિમ સંગઠનોના વિરોધને જોતા ફિલ્મ પર રોક લગાવવામાં આવી હતી. આ સંગઠનોનુ કહેવુ છે કે ફિલ્મમાં મુસ્લિમો વિશે ખોટુ બતાડવામાં આવ્યુ છે. ત્યારબાદ રાજ્ય સરકારે આ ફિલ્મ પર રોક મુકી.

આ નિર્ણય વિરુદ્ધ કમલ હસન હાઈકોર્ટ પહોંચ્યા. હાઈકોર્ટે કમલને રાજ્ય સરકારને મળીને સમસ્યાનો નિકાલ કાઢવા કહ્યુ. પણ રાજ્ય સરકારે વાતચીતમાં કોઈ રસ ન બતાવ્યો. ત્યારબાદ હાઈકોર્ટે ફિલ્મના પ્રદર્શનને મંજૂરી આપી. હવે રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી છે.