મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શાહરૂખ સલમાન ફરી ભેટ્યા, શાહરૂખે સલમાનની ફિલ્મ 'જય હો'નું પ્રમોશન કર્યુ

IFM

લાગે છે કે સલમાન ખાને શાહરૂખ ખાન સાથે પોતાની દુશ્મની સંપૂર્ણ રીતે ખતમ કરી લેવાનું નક્કી કરી લીધુ છે. ત્યારે તો સ્ટાર ગિલ્ડ એવોર્ડ્સ દરમિયાન સલમાને શાહરૂખ સાથે વાત કરવાની પહેલ જાતે કરી અને બંને એકવાર ફરી એકબીજાને ગળે મળ્યા.

શાહરૂખ સલમાન જ્યારે બાબા સિદ્દીકીની પાર્ટીમાં ગળે મળ્યા હતા ત્યારે સલમાનના પિતા સલીમ ખાને કહ્યુ હતુ કે આ માત્ર એક શિષ્ટાચાર હતો. બંને પ્રતિદ્વંદી છે તેથી મિત્ર નથી બની શકતા. પણ ગિલ્ડ એવોર્ડ્સના નજારો જોતા એવુ લાગે છે કે હવે બંને મિત્રતાના માર્ગે ચાલી રહ્યા છે.

અસલમાં સલમાન ગિલ્ડ એવોર્ડ્સના હોસ્ટ હતા અને સૂત્રોના મુજબ સલમાને પહેલા જ શાહરૂખના હાલચાલ પૂછ્યા અને પછી બંને ભેટી પડ્યા. ત્યારબાદ સલમાને શાહરૂખને પહેલા પોતાની ફિલ્મનુ ટાઈટલ જય બોલવા માટે કહ્યુ તો શાહરૂખે સલમાનની ફિલ્મનું ટાઈટલ 'જય હો' પણ બોલ્યા. બોલીવુડ અને આ બંને સ્ટારના ફેંસ માટે આ નવા વર્ષમાં શાનદાર સમાચાર છે.