શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શાહિદે ઠુકરાવી હતી રાજસ્થાન રોયલ્સની ઓફર

IFM
આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને છોડી બધી ટીમો ફિલ્મી દુનિયાના ચમકતા કલાકારો સાથે સંકળાયેલી હતી. જો કે આ કલાકારોને કારણે ટીમને કોઈ ફાયદો નથી થયો, અને છેવટે સૌથી નબળી ટીમ તરીકે ઓળખાતી રાજસ્થાન રોયલ્સ બાજી મારી ગઈ.

સ્પર્ધા શરૂ થતા પહેલા આ ટીમે બ્રાંડ એમ્બેસેડર બનવાની ઓફર શાહિદ કપૂરને કરી હતી. શાહિદને આ ઓફરમાં કોઈ દમ ન દેખાયો, કારણ કે તેમા નામી ખેલાડી નહોતા. તેમની નજરમાં રાજસ્થાન રોયલ્સ નબળી ટીમ હતી અને તેઓ તેમની સાથે જોડાઈને પોતાનુ નામ ખરાબ કરવા નહોતા માંગતા.

સૌની ધારણાઓથી વિરુધ્ધ રાજસ્થાન એક મજબૂત ટીમ નીકળી. શાહરૂખ, પ્રીતિ, અક્ષય અને ઋત્વિક જેવા કલાકારોની ટીમ ધૂળ ભેગા કરી છેવટે ચેમ્પિયન બની. શાહિદે પોતાની જાતને દોષ આપી રહ્યા હશે કે કેમ તેમણે આવો નિર્ણય લીધો ? હવે તેઓ ભવિષ્યમાં કદાચ કોઈને પણ કમજોર નહી સમજે.