ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શૂટ આઉટ એટ વડાલા : સની અને પ્રિયંકામાંથી કોનું આઈટમ સોંગ થશે હિટ ?

P.R

સની લિયોન સારી ડાંસર છે કે પ્રિયંકા ચોપડા ? સની લિયોનની અદા કાતિલાના છે કે પ્રિયંકાની ? પ્રિયંકાની સેક્સ અપીલમાં દમ છે કે સની લિયોનની. આ પ્રશ્નોના જવાબ મળશે 'શૂટ આઉટ એટ વડાલા'માં. સંજય ગુપ્તા અને એકતા કપૂરની આ ફિલ્મમાં બંનેનુ આઈટમ સોંગ રહેશે. બંનેના જુદા જુદા આઈટમ સોંગ છે. તો દેખીતુ છે કે બંને વચ્ચે એક હરીફાઈ છે. બંનેમાંથી કોનુ આઈટમ સોંગ સારુ છે એ તો દર્શકો જ બતાવી શકશે.

શૂટ આઉટ એટ વડાલા 'મેલ ડોમિનેટેડ' મૂવી છે અને હીરોઈન માટે તેમા વધુ સ્કોપ નથી. ઢગલો હીરો વચ્ચે એકમાત્ર અભિનેત્રી કંગના છે. પોતાની ફિલ્મને આઈટમ નંબર દ્વારા ચર્ચિત કરવા માટે હવે તેમા બે તડક ભડકવાળા આઈટમ નંબર નાખવામાં આવી રહ્યા છે. એકમાં પ્રિયંકા તો બીજામાં સની લિયોન જોવા મળશે.
P.R


પ્રિયંકાએ જ્યા આ વાતનુ ધ્યાન રાખ્યુ છે કે ગીતના બોલ અશ્લીલ ન હોય તો સની લિયોનના આઈટમ નંબર માટે આ વાત કહી નથી શકાતી. પ્રિયંકાનુ આઈટમ સોંગ જીનત અમાન અને પરવીન બાબીની સ્ટાઈલમાં જોવા મળશે.

ફિલ્મ સાથે સંક્ળાયેલા સૂત્રોનુ કહેવુ છે કે પ્રિયંકાનું આઈટમ નંબરમાં ગ્લેમર જોવા મળશે. બીજી બાજુ સની લિયોનના આઈટમ નંબર ખૂબ જ બોલ્ડ અને હોટ હશે. પ્રિયંકા અને સનીએ તૈયારી શરૂ કરી દીધી છે. થોડાક જ દિવસમાં શૂટિંગ થવાનું છે. ફિલ્મ રજૂ થતા સુધી દિલ થામીને બેસો.