ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શેર્લિંન પર ટ્વિટરે લગાવ્યુ બેન

IFM

એવુ માનવામાં આવી રહ્યુ છે કે શેર્લિન ચોપડા પર ટ્વિટરે ફોટો લગાવવા પર બેન લગાવી દીધુ છે. તાજેતરમાં જ શેર્લિને પોતાનો એક ન્યૂડ ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો, જ્યારબાદ આ પગલુ ઉઠાવવામાં આવ્યુ.

કેટલાક દિવસો પહેલા શેર્લિને ટ્વીટ કર્યુ હતુ 'મારા ફોટો ક્યા ગાયબ થઈ ગયા ? આ નવાઈની વાત છે. શુ ટ્વિટર પર કોઈ સેંસર બોર્ડ છે ? માનવામાં આવી રહ્યુ છે કે ટ્વિટર તરફથી જ આ ઈમેજેસને હટાવવામાં આવ્યા અને શેર્લિન પર ઈમેજ પોસ્ટ કરવા પર બેન લગાવી દેવામાં આવ્યો.

પાછળથી શેર્લિને ફરી ટ્વીટ કર્યુ 'મારી ટીમ ટ્વિટરના સંપર્કમાં છે અને આ મુદ્દાનો નિકાલ કરવાનો પ્રયત્ન ચાલુ છે. જો સમસ્યાનો હલ નહી થાય તો શેર્લિન આ સોશલ નેટવર્કિંગ સાઈટ પરથી અલગ થઈ જશે.