શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 18 નવેમ્બર 2014 (12:37 IST)

સલમાન ખાન પોતાની બહેનને લગ્નની ભેટમાં શુ આપી રહ્યા છે ?

આજે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા લગ્નના બંધનમાં બંધાઈ જશે. હવે જ્યારે વાત દબંગ ખાનના બહેનના લગ્નની હોય તો દરેકને જાણવાની ઈચ્છા હશે કે છેવટે તેઓ પોતાની લાડકી બહેનને શુ ભેટ આપી રહ્યા છે ? 
 
તો અમે તમને બતાવી દઈએ કે સલમાન ખાન પોતાની બહેન માટે મુંબઈના પોશ વિસ્તારમાં એક થ્રી બેડરૂમ ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ કાર્ટર રોડ પર આવેલો છે અને તેની કિમંત લગભગ 16 કરોડ રૂપિયા બતાવાય રહી છે. 
 
તો બોલીવુડના આ ખાન પોતાની બહેન અને બનેવીને માટે આ ફ્લેટ લગ્નની ભેટ રૂપે  આપશે. આ ફ્લેટ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેંટની પાસે જ છે.