શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સલમાન ખાન વગર અધુરુ છે બોલિવૂડ - કરિના કપૂર

P.R

ટાઇગર સલમાન ખાન બોલિવૂડમાં પોતાની કારકિર્દીની સિલ્વર જ્યુબિલી પૂર્ણ કરવાની કગાર પર છે. આવામાં હાલ ટોચના ક્રમે બિરાજમાન 'હિરોઇન' કરિના કપુરનું કહેવું છે કે તેના(સલમાનના) વગર આ ઇન્ડસ્ટ્રી પૂરી નથી થતી. 31 વર્ષિય કરિના કહે છે, "હું વિચારું છું કે આપણે સહુ સલમાનના બહુ મોટા ચાહક છીએ અને તે મારા અને કરિશ્માનો કો-સ્ટાર રહ્યો છે. હું બોલિવૂડમાં સલમાનના 25 વર્ષ પૂર્ણ થવાના મોકે ઘણી ખુશ છું.સલમાન વગર આ ઇન્ડસ્ટ્રી અધૂરી છે."

પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ 'હિરોઇન' રીલીઝ પ્રસંગે દેખાતી કરિનાએ સલમાન વિષેનો પોતાનો આ અભિપ્રાય ફિલ્મના પ્રચાર માટે એક કોમેડી ટીવી શૉમાં પહોંચી તે સમયે વ્યક્ત કર્યો. આ શૉમાં પોતાની હાજરી વિષે વાત કરતા બેબોએ કહ્યું, "હું વિચારું છું કે આ નંબર વન ટીવી શૉ છે. આવામાં હું બહુ ખુશ છું કે અમે અમારી ફિલ્મ હિરોઇનને આવા મંચ પર પ્રમોટ કરી રહ્યાં છીએ. કરિનાએ શૉ વિષે વધુમાં વાત કરતા જણાવ્યું, "આ શૉ દરમિયાન ફિલ્મના ગીત 'હલકટ જવાની' પર અમે બધાએ ડાન્સ કર્યો. મેં ગરબા અને પંજાબી ડાન્સ પણ કર્યો અને તેમને માતા ગીત પર ડાન્સ કરવા માટે પણ મજબૂર કર્યા."