શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સલમાન ખાનની મદદથી અર્જૂન કપૂર 140માંથી બન્યો 74 કિલોગ્રામ

P.R

ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરનો દીકરો અર્જૂન કપૂર અત્યારે બોલિવૂડમાં ચર્ચાનો વિષય બનેલો છે. તેની આવનારી પહેલી ફિલ્મ 'ઈશકઝાદે'માં તેના કામની વાતો અત્યારથી જ થવા લાગી છે.

પણ શું તમને ખબર છે અર્જૂનને એક્ટર બનવામાં મદદ કોણે કરી હતી? વેલ, અન્ય કોઈ નહીં પણ સલમાન ખાને કરી હતી. 'દબંગ' ખાને અર્જૂનમાં રહેલા કલાકારને ઓળખી કાઢ્યો હતો અને તેને વજન ઘટાડવામાં અને ટોન્ડ બોડી મેળવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું.

એક અખબાર સાથે વાત કરતા સૂત્રએ જણાવ્યુ હતું કે, "અર્જૂન હંમેશાથી ડાયરેક્ટર બનવા માંગતો હતો. સલમાન ખાને 2009ની હિટ ફિલ્મ 'વોન્ટેડ'ના સેટ પર તેનું નિરીક્ષણ કર્યા કરતો હતો. એ સમયે અર્જૂન આસિસટન્ટ પ્રોડ્યુસર હતો. સલમાનને લાગતું હતું કે અર્જૂન કપૂર સારો એક્ટર બનશે. તેણે અર્જૂન સાથે વાત કરી અને તેણે ડાયરેક્શન અને પ્રોડક્શનનું કામ શીખવામાં સમય ન વેડફવો જોઈએ અને એક્ટર બનવા માટે કામ શરૂ કરી દેવું જોઈએ."

સૂત્રએ ઉમેર્યું હતું કે, "સલમાને તેને વજન ઘટાડવામાં અને તેની અંદરના એક્ટરને બહાર લાવવામાં મદદ કરી હતી. તે પછી તેણે અંગત રીતે અર્જૂનને માર્ગદર્શન આપ્યું હતું. એટલે સુધી કે, અર્જૂનની ડાયેટ, તેની કસરત, દૈનિક ક્રિયાઓ અને બાકીની વસ્તુઓ પર સલમાન જાતે ધ્યાન આપતો હતો."

આ પહેલા અર્જૂન 140 કિલોનું વજન ધરાવતો હતો. અર્જૂને સલમાનની સલાહ માની લીધી હતી અને સખત મહેનત કરીને પોતાનું બોડી બનાવ્યું હતું. હવે તેનું વજન 72 કિલો છે.

સૂત્રએ અંતમાં કહ્યુ હતું કે, "અર્જૂન સલમાનને પોતાનો માર્ગદર્શક માને છે."