શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સુશાંત-પરિણિતીનો 'શુદ્ધ દેશી રોમાંસ' પહોચ્યો ટોરંટો

. યશરાજ ફિલ્મસના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસને ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ 2013માં ગાલા રેડ કારપેટ પ્રીમિયર માટે આમંત્રિત કરવામાં આવેલ છે.
P.R

સુશાંત સિંહ રાજપૂત, પરિણીતિ ચોપડા અને વાણી કપૂરની સાથે નિર્દેશક મનીષ તિવારી, લેખક જયદીપ સાહની ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ ફિલ્મના ગાલા રેડ કાર્પેટનું પ્રીમિયર 11 સપ્ટેમ્બરથી શરૂ થશે.

યશરાજ ફિલ્મસમાં ઈંટરનેશનલ ઓપરેશનના વાઈસ પ્રેસીડેંટ અવતાર પનેસરે કહ્યુ કે અમને એ વાતની ખુશી છે કે ફિલ્મને ગાલા કાર્પેટ પ્રીમિયર માટે ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ફિલ્મ દેશી ભારતની તસ્વીર દેખાય છે અને ફેસ્ટિવલ માટે પરફેક્ટ છે. આશા છે કે વિદેશોમાં રહેનારા અમારા મિત્રોને આ ફિલ્મ પસંદ આવશે.