શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , સોમવાર, 29 જુલાઈ 2013 (13:21 IST)

સેફ અલી ખાન અને કલ્કિ કોચલિન વચ્ચે વધતી જતી મૈત્રી

.
P.R


બોલીવુડ એક્ટ્રેસ કલ્કિ કોચલીન અને બોલીવુડ સ્તાર સેફ અલી ખાન વચ્ચે મૈત્રી વધી રહી છે. થોડા દિવસ પછી ઓગસ્ટમાં સેફ અલી ખાનનો જન્મદિવસ છે, ત્યારે કરિના સેફને મળવા અમેરિકા જશે. અત્યારે કરિના કપૂર પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી સેફ અલી ખાનને કલ્કિ કોચલિનની મૈત્રી ગમી ગઈ છે. ઉપરથી બંને વચ્ચે એક કોમન શોખ છે પુસ્તકોનું વાંચન.

આ જોડી હવે એક ફિલ્મમાં રોમાંસ કરતી જોવા મળશે. ડાયરેક્ટર રાજ નિધિમારુ અને કૃષ્ણા ડીકેના નિર્દેશાનમાં બની રહેલ ફિલ્મ 'હેપી એંડિંગમાં બંને કામ કરી રહ્યા છે. કલ્કીએ કહ્યુ કે આ ફિલ્મથી હુ ખૂબ જ પ્રભાવિત છુ. આ ફિલ્મની સ્ક્રીપ્ટ બહુ જ સારી છે અને આ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં બરફી સ્ટાર ઈલિયાના ડી ક્રુઝ મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે કે પ્રીતિ જિંટા એક ગેસ્ટ રોલમાં જોવા મળશે.

કરિનાના ફેંસે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કરિના અને કલ્કિ બંને સારી બહેનપણી પણ છે. કરિના અને કલ્કિને પણ એક કોમન શોખ છે, યૂરોપિયન સંગીતનો. સેફ-કલ્કિની આ ફિલ્મ આવતા વર્ષે રજૂ થશે.